રિફાઈન્ડ તેલનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક, રોજ આટલો કરો ઉપયોગ
આજના ભાગ દોડ ભર્યા જીવનમાં આપણે સૌ કોઈ ફાસ્ટ ફૂડના આદિ્ બની ચુક્યા છે. તેમાય આપણને પેકેટ્સની વેફર, ફ્રાયસ, ચાટ-પકોડા જેવા મસાલેદાર અને ઓઈલિ ફૂડ ખાવાનો ભારે શોખ છે, કેમકે તે જ ફૂડ આપણને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ તે કોલેસ્ટ્રોલ, હાઈ બીપી, હૃદય અને લીવરની સમસ્યાઓનું જોખમ પણ વધારે છે. માત્ર ખોરાકનો સ્વાદ વધારવા માટે જ નહીં પરંતુ શરીર માટે પણ ચોક્કસ માત્રામાં તેલ જરૂરી માનવામાં આવે છે. સવારના નાસ્તા, લંચ કે ડિનરમાં ખાવામાં આવતો મોટાભાગનો ખોરાક તેલની મદદથી તૈયાર કરવામાં આવે છે. રસોઈ તેલમાં માત્ર આવશ્યક પોષક તત્વો જ નથી, પરંતુ તે ચરબીનો ભંડાર પણ છે. આ જ કારણ છે કે આહારમાં તેલની માત્રાને નિયંત્રિત કરવી જોઈએ. ખાસ કરીને જો તમે રિફાઈન્ડ તેલનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેની માત્રા પર ધ્યાન આપવું જરૂરી છે. ચાલો જાણીએ કે એક દિવસમાં કેટલું રિફાઈન્ડ તેલ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.
કેટલી માત્રામાં રિફાઈન્ડ તેંલ ખાવું:
સ્વસ્થ શરીર માટે તેલ ખૂબ જ જરૂરી છે. તે તંદુરસ્ત ત્વચા, વાળ અને હાડકાંને જાળવવામાં મદદ કરે છે. આથી તંદુરસ્ત શરીર માટે દિવસમાં 3 થી 4 ચમચી રિફાઈન્ડ તેલનું સેવન કરી શકાય છે. એક દિવસમાં 20 ગ્રામથી વધુ તેલ શરીર માટે હાનિકારક હોઈ શકે છે. જો કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા હોય તો તેલની માત્રા ઓછી કરી શકાય છે. 2 ચમચી તેલમાંથી શરીરને જરૂરી પોષક તત્વો પણ મળી શકે છે.
આ રીતે તેલનો ઉપયોગ ઓછો કરો:
– ડીપ ફ્રાય વસ્તુઓ ખાવાનું બંધ કરો
– શાકભાજીને એકથી બે ચમચી તેલમાં પકાવો
શેકેલા અથવા બાફેલા ખોરાક ખાઓ
સલાડનો સ્વાદ વધારવા માટે ઓઈલ ડ્રેસિંગ ન બનાવો.
ચપાતી પર ઘી ન લગાવો
યોગ્ય રસોઈ તેલ પસંદ કરો
આ પણ વાંચો:Engineers day: કેમ 15મી તારીખે ઉજવવામાં આવે છે ?, જાણો ઈતિહાસ અને મહત્વ