બિઝનેસ

ઓઈલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો તમારા શહેરનો ભાવ

Text To Speech

ઓઈલ કંપનીઓએ આજે ​​પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજે કંપનીઓએ તેલની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી.
આજે દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા અને ડીઝલની કિંમત 94.27 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 92.76 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ચેન્નાઈમાં પણ પેટ્રોલ 102.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે.

આ પણ વાંચો : રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલ માંથી કેટલી કરી કમાણી ? તમે પણ જાણો શું છે આંકડો

જાણો મુખ્ય શહેરોમાં કિંમત કેટલી છે

આજે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈ જેવા શહેરોમાં એક લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે મુજબ છે.

શહેર           ડીઝલ           પેટ્રોલ

દિલ્હી         89.62          96.72
મુંબઈ         94.27          106.31
કોલકાતા    92.76          106.03
ચેન્નાઈ        94.24          102.63

(પેટ્રોલ-ડીઝલની કિંમત રૂપિયા પ્રતિ લીટર છે.)

આ પણ વાંચો : E-20 પેટ્રોલ દેશમાં પહેલીવાર લોન્ચ, જાણો ક્યાંથી મળશે ?

જાણો તમારા શહેરમાં કિંમત કેટલી છે

હવે તમે SMS દ્વારા પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર જઈને તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે. દરેક શહેરનો કોડ અલગ-અલગ છે, જે તમને IOCLની વેબસાઈટ પરથી મળશે.

તમને જણાવી દઈએ કે દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. નવા ભાવો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ ડબલ થઈ જાય છે.

આ માપદંડોના આધારે તેલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ કરે છે. ડીલરો એ લોકો છે જે પેટ્રોલ પંપ ચલાવે છે. તેઓ પોતે જ ગ્રાહકોને અંતે ટેક્સ અને પોતાનું માર્જિન ઉમેરીને છૂટક ભાવે પેટ્રોલ વેચે છે. આ ખર્ચ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઉમેરવામાં આવે છે.

Back to top button