ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

અરે બાપ રે! બતક, બકરી, સાડી, પંખા-AC…લોકોએ આ રીતે લૂંટ્યું શેખ હસીનાનું ઘર, જૂઓ વીડિયો

  • કોઈપણ દેશના PM નિવાસસ્થાનમાં આવી ગરબડ સામાન્ય નથી, આ હકીકતમાં આશ્ચર્યજનક છે

ઢાકા, 06 ઓગસ્ટ: બાંગ્લાદેશમાં અનામતને લઈને થયેલા હંગામા બાદ સ્થિતિ કાબૂ બહાર છે. હિંસા એટલી ભડકી ગઈ છે કે, બદમાશોના ટોળાએ PMના નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા. સોશિયલ મીડિયામાં હાલ લોકોના ટોળાએ શેખ હસીનાના ઘરમાં કરેલી લૂંટના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જે હકીકતમાં આશ્ચર્યજનક છે. કોઈપણ દેશના PM નિવાસસ્થાનમાં આવી ગરબડ સામાન્ય નથી. એક વીડિયોમાં વિશાળ ભીડ ખુરશીઓ, ટેબલ, સોફા, કુરાન, લેમ્પ, મોંઘા પંખા, ફર્નિચર, પ્લાન્ટ્સ, RO પ્યુરિફાયર, ટીવી, ટ્રોલી બેગ, AC, ગાદલા અને વાસણોની લૂંટ ચલાવતી જોવા મળે છે.

દરમિયાન, ભારતમાં PMના નિવાસસ્થાને લગભગ દોઢ કલાક સુધી CCSની બેઠક યોજાઈ હતી. જ્યાં વિદેશ મંત્રી જયશંકર અને NSA અજીત ડોભાલે બાંગ્લાદેશની દરેક પરિસ્થિતિ અંગે વડાપ્રધાનને માહિતી આપી છે. હવે એ સ્પષ્ટ નથી કે, શેખ હસીનાનું વિમાન હિંડન એરબેઝથી ક્યાં જશે.

 જૂઓ વીડિયો અને ફોટો

 

 

 

PM નિવાસસ્થાનમાં થતી લૂંટના વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ 

અન્ય એક વીડિયોમાં લોકો હસીનાના કપડા અને અંગત સામાન છીનવી લેતા પણ જોવા મળે છે. આ સિવાય કોઈએ બગીચામાંથી બતક તો કોઈએ બકરી લૂંટી હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ બધું કરતી વખતે લોકો ગર્વથી પોતાનો ફોટો પાડી રહ્યા છે. આ સિવાય એક મહિલા લૂંટાયેલા જિમ મશીનનો ઉપયોગ કરતી પણ જોવા મળી હતી.

એક વ્યક્તિ હાથમાં લૂંટ સાથે સાડી પહેરીને જતો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિ તેના હાથમાં અંડરગારમેન્ટ લઈને પણ જોવા મળ્યો હતો. PM નિવાસસ્થાનમાંથી એક વ્યક્તિ કોર્ડલેસ ફોન લઈને નીકળ્યો હતો. અન્ય એક વિડિયોમાં કેટલાક લોકો શેખ હસીનાના બેડરૂમમાં લૂંટ ચલાવી રહ્યા છે, જ્યારે તેમાંથી એક બેડ પર સૂઈ ગયો છે અને અન્ય લોકોને બૂમો પાડીને હંગામો કરી રહ્યો છે.

 

મહત્ત્વપૂર્ણ છે કે, શેખ હસીનાના ઘરની લૂંટફાટ બાદ અવામી લીગના ઘણા સાંસદોના ઘર, ઓફિસ અને મંત્રીઓના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને આગ લગાવવામાં આવી હતી. બાંગ્લાદેશમાં ચાર હિન્દુ મંદિરોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. આ સમયે સમગ્ર વિશ્વની નજર બાંગ્લાદેશ પર છે. શેખ હસીના તેમની બહેન શેખ રેહાના સાથે ભારત પહોંચી હતી. આ સાથે જ સેનાએ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી હતી. આ દેશમાં છેલ્લા ઘણા દિવસોથી હિંસા ચાલી રહી હતી, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ સોમવારે સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ અને લોકો પીએમ નિવાસસ્થાન તરફ આગળ વધ્યા, ત્યારબાદ શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો.

આ પણ જૂઓ: બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે ઢાકાની ફ્લાઈટ્સ રદ્દ કરતું Air India અને IndiGo

Back to top button