ટ્રેન્ડિંગનેશનલસંવાદનો હેલ્લારો

હે ભગવાન, બાળકને પણ ન છોડ્યું, રીલ બનાવવા આ મહિલાએ કર્યું એવું કે..

HD ન્યૂઝ ડેસ્ક, 27 જૂન, આજકલના સમયમાં રીલ બનાવવી એ મોટાભાગના લોકોનો શોખ બની ગયો છે. કેટલાક લોકો રીલ બનાવવા માટે કોઈ પણ હદ વટાવી દેતા હોય છે. એવું જ કામ આ મહિલાએ કર્યું જેને જોઈને યુઝર્સ તેની ઉપર ભડકી રહ્યા છે. રિલ બનાવવાના ચક્કરમાં મહિલાએ બાળકનો બેદરકારી ભર્યો ઉપયોગ કર્યો. જેથી લોકોએ મહિલાની આ રીલ જોઈને રોષ વ્યક્ત કર્યો અને આવી રીલ બનાવનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રીલ બનાવવાની ઘેલછા
જો તમને પણ રીલ બનાવવાની ઈચ્છા હોય તો તમારે સાવધાન રહેવું જોઈએ, રીલ બનાવવાનો શોખ વાસ્તવિક જીવનને ઢાંકી રહ્યો છે. યુવાનો લાઈક્સ અને કોમેન્ટ માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, હવે એક મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના ખોળામાં બાળકને લઈને રીલ બનાવી રહી છે. મહિલા રીલ બનાવવામાં એટલી મશગૂલ થઈ ગઈ કે તેણે બાળકને તેના હાથમાંથી નીચે પાડી દીધું. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે થઈ ગયા અને મહિલાને ફટકાર લગાવી.

બાળક રડવા લાગ્યો
વીડિયોમાં એક મહિલા બાળકને ખોળામાં લઈને રીલ બનાવતી જોવા મળી રહી છે. મહિલાના હાથમાં એક બાળક છે. તે કેટલાક ભોજપુરી ગીત પર ડાન્સ કરી રહી છે પરંતુ ડાન્સ કરતી વખતે મહિલાના હાથમાંથી બાળક છૂટી ગયું. બાળક પડી જતા બચી ગયો હતો. તે નસીબદાર હતું કે બાળકને કોઈ નુકસાન થયું ન હતું, મહિલાએ જાતે જ બાળકને ઝડપથી પકડી લીધું હતું.અને ત્યાં ઉભેલા અન્ય 2 બાળકોએ પણ આ બાળકને પડી ન જય તે માટે મદદે આવ્યા હતા. આ ઘટના બાદ બાળક ડરથી રડવા લાગ્યો હતો. મહિલાએ વીડિયો રેકોર્ડ કરવાનું બંધ કરી દીધું અને બાળકને શાંત પાડ્યો. થોડી સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બાળક સાથે રમતા જોઈને લોકો ગુસ્સે થઈ ગયા અને આવી રીલ બનાવનારાઓને ફટકાર લગાવી.

આ વીડિયો જોઈને યુઝર્સ ગુસ્સે થઈ ગયા છે અને અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું હતું કે જે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને આવી રીલ્સ બનાવે છે તેઓ એક વિચિત્ર જાતિના લોકો છે, તેઓ પોતાની અને પોતાના બાળકોની પણ પરવા કરતા નથી. એકે લખ્યું કે આ સૌથી ખતરનાક બીમારી બની રહી છે, જો જલ્દી ઈલાજ નહીં મળે તો મોટી સમસ્યા બની જશે.

આ પણ વાંચો…ક્યા ચોર બનેગા રે તુ? ચોરી કર્યા બાદ ચોર પોતાની બાઇક જ ભૂલી ગયો પછી તો..

Back to top button