ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ઓફ શોર ટ્રફથી આ શહેરોમાં ભારે વરસાદની આગાહી

Text To Speech
  • સાબરકાંઠા તથા વલસાડ તથા નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે
  • ભાવનગર, અમરેલી, પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
  • 8 અને 9 ઓગસ્ટ બે દિવસ દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે

ગુજરાતમાં ઓફ શોર ટ્રફથી વિવિધ શહેરોમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમાં 8 અને 9 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. તથા આજે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા ઉત્તર, મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. તેમજ ઓફશોર ટ્રફથી કેટલાક ભાગોમાં વરસાદ રહેશે.

સાબરકાંઠા તથા વલસાડ તથા નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા તથા વલસાડ તથા નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, કચ્છ, મોરબી, જામનગર, પાટણ, મહેસાણા, અરવલ્લી, , ખેડા, ભરૂચ, સુરત, તાપી, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 8 અને 9 ઓગસ્ટ બે દિવસ દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે. તેમજ રાજ્યના હવામાન વિભાગની આગાહી છે. તેમાં આજે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. તેમજ ઓફ શોર ટ્રફથી કેટલાક ભાગોમાં વરસાદ રહેશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.

ભાવનગર, અમરેલી, પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

આજે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, નર્મદા, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ડાંગ, નવસારી, છોટા ઉદેપુર, સુરત, તાપી, વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ, જૂનાગઢ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Back to top button