ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતના આ શહેરમાં પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓએ રૂ.9 કરોડનું કૌભાંડ કર્યું

  • કૌભાંડ બહાર આવતાં વિજીલન્સની ઇન્કવાયરી મૂકવામાં આવી
  • પૂર્વ કાર્યપાલક ઇજનેર સહિત સાત અધિકારીઓએ માત્ર કાગળ ઉપર કામ કર્યું
  • ઝડપાયેલાં આરોપીઓના નવ દિવસના રિમાન્ડ મળ્યા છે

ગુજરાતના નવસારી શહેરમાં પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓએ રૂ.9 કરોડનું કૌભાંડ કર્યું છે. જેમાં ખેરગામ, ચીખલી અને ગણદેવીના 90 પ્રોજેક્ટ માત્ર હવામાં જ બન્યા છે. પૂર્વ કાર્યપાલક ઇજનેર સહિત પાંચ અધિકારી અને પાંચ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 94માંથી 90 સ્થળો એવા હતા જ્યાં કૂવો, પાઇપ લાઇન, બોરિંગ સહિતના કામો થયા જ ન હતા.

આ પણ વાંચો: કચ્છના દરિયાકાંઠેથી નશીલા પદાર્થોનો જથ્થો પકડાવાનો સીલસીલો હજુ ચાલુ

પૂર્વ કાર્યપાલક ઇજનેર સહિત સાત અધિકારીઓએ માત્ર કાગળ ઉપર કામ કર્યું

નવસારી જિલ્લામાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના પૂર્વ કાર્યપાલક ઇજનેર સહિત સાત અધિકારીઓએ માત્ર કાગળ ઉપર 90 જેટલાં પ્રોજેક્ટ બન્યાનું બતાવી સરકારને નવ કરોડથી વધુનો ચૂનો લગાવી ઉચાપત કર્યાનું બહાર આવતા સનસનાટી મચી હતી. સુરત સીઆઇડી ક્રાઇમે આ ચકચારી પ્રકરણમાં ગત વર્ષે જ નિવૃત થયેલાં કાર્યપાલક ઇજનેર દલપત પટેલ તથા તેના ચાર સહયોગી અને પાંચ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી હતી. ઝડપાયેલાં આરોપીઓને 09 દિવસના રિમાન્ડ મળ્યા છે.

થોડાંક સમય પહેલાં આ કૌભાંડ બહાર આવતાં વિજીલન્સની ઇન્કવાયરી મૂકવામાં આવી હતી

થોડાંક સમય પહેલાં આ કૌભાંડ બહાર આવતાં વિજીલન્સની ઇન્કવાયરી મૂકવામાં આવી હતી. જેમાં આ અધિકારીઓ કસુરવાર જણાતાં જે નોકરી પર હતા તેને સસ્પેન્ડ કરવાની સાથે સરકાર સાથે કેટલાંની છેતરપિંડી કરવામાં આવી હતી તથા કેવી રીતે કરવામાં આવી તેની તપાસ સોંપાઈ હતી. શરૂઆતી તપાસમાં જ આ ટોળકીએ જે 163 કામો કર્યાના બિલ મંજૂર કર્યા હતા. તેમાંથી 94 સ્થળોએ વિઝીટ કરતા અધિકારીઓ ચોંક્યા હતા. 94માંથી 90 સ્થળો એવા હતા જ્યાં કૂવો, પાઇપ લાઇન, બોરિંગ સહિતના કામો થયા જ ન હતા. તે માત્ર કાગળ ઉપર હતા. કોન્ટ્રાક્ટ કંપની સાથે મળી આ 90 પ્રોજેક્ટમાં 5.48 કરોડનું કૌભાંડ કર્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, સુરત ઝોન કચેરીમાં કાર્યપાલક ઇજનેર જતીનકુમાર મોહનભાઇ પટેલ (રહે.ઓમકારેશ્વર સોસાયટી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, દેવસર, બીલીમોરા)એ મંગળવારે સુરત ઝોન સીઆઇડી ક્રાઇમમાં પહોંચ્યા હતા.

સી.આઇ.ડી.ક્રાઇમે ગુનો નોંધી 10ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

જુલાઇ-23માં નવસારી કાર્યપાલક ઇજનેર તરીકે નિવૃત્ત થયેલાં દલપત બુધા પટેલ (રહે. હનુમાન ફળિયા, ખેરગામ, નવસારી), નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા કે. રાજ (રહે. મોટી કોળીવાડ, સાદકપોર, તા. ચીખલી, નવસારી), રાજેશકુમાર ઝા – વિભાગીય હિસાબનીશ (રહે. નવસારી), ના.કા.ઇ. પાયલ એન. બંસલ (રહે. સન સ્ટાર એપાર્ટમેન્ટ, સ્નેહ સંકુલવાડી, આનંદ મહેલ રોડ, અડાજણ, સુરત), સિનિયર ક્લાર્ક રાકેશ ગુલાબ પટેલ (રહે. જુની પાણીની ટાંકી પાછળ, કાગદીવાડ, નવસારી), સિનિયર ક્લાર્ક જગદીશ પ્રભાત પરમાર(રહે. લક્ષ્મી પેલેસ, સ્ટેશન રોડ, બીલીમોરા) તથા મળતીયા ચિરાગ બીપીનભાઇ પટેલ – સારા એન્ટરપ્રાઇઝ (કુંભારવાડ ફળિયુ, ધમડાછા, ગણદેવી), મિતેશ નરેન્દ્ર શાહ – મે.જ્યોતિ સ્વિચબોર્ડ (રહે. ભુરી હાઉસ સોસાયટી, બીલીમોરા) જ્યોતિ એન. શાહ – મે.ગોયમ એન્ટરપ્રાઇઝ (રહે. કાબુલીવાલા દુકાનની સામે, બીલીમોરા, મહંમદ એ. નુલવાલા – મે.સુપર કન્સ્ટ્રકશન(રહે. હકીમજી બીઝનેશ સેન્ટ, વાપી, જી.આઇ.ડી.સી.), નરેન્દ્ર બી. શાહ – મે.અક્ષય ટ્રેડર્સ (રહે. બંદર રોડ, બીલીમોરા), તેજલ કે.શાહ – મે.અભિનંદન એન્ટરપ્રાઇઝ (ભુરી હાઉસ સોસાયટી, બીલીમોરા) અને ધર્મેશ વી. પટેલ – મે.ધર્મેશ વી.પટેલ (રોણવેલ ગામ, જિ. વલસાડ) વિરૂદ્ધ ગુનો સી.આઇ.ડી.ક્રાઇમે ગુનો નોંધી 10ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button