PM મોદીના માતા હીરાબેનની તબિયત અમદાવાદની હોસ્પિટલમાં કરાયા દાખલ કરાયા હતા. ત્યારે હિરાબાની તબિયત સુધારા પર હોવાની યુએન મહેતા દ્વારા સત્તાવાર જાહેરાત કરાય છે. મળતી માહિતી મુજબ હીરાબાની તબીયત ખરાબ થતા સવારના સમયે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ત્યારે હિરાબાના તબીયતને લઈને સમાચાર સામે આવતા ગુજરાતના ધારાસભ્યો અને અધિકારીઓ પણ હોસ્પિટલ પહોચ્યાં હતા. તેમજ બપોરના સમયે પીએમ મોદી પણ 3 વાગ્યાની આસપાસ હોસ્પિટલ પહોચી શકે છે.
યુએન મહેતા હોસ્પિટલ દ્વારા સત્તાવાર જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાની અચાનક તબિયત ખરાબ થઈ હતી ત્યારે કયા કારણે તબીયત લથડી હોવાની કોઈ માહિતી સામે આવી ન હતી. પણ હાલ યુએન મહેતા હોસ્પિટલ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે હિરાબાની તબીયત હાલ સુધારા પર છે. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે માતાની તબીયત ખરાબ થતાના સમાચાર સાંભળતા જ પીએમ મોદી બપોરના 3 વાગ્યાની આસપાસ અમદાવાદ ખાતે આવી રહ્યા છે.
આ પણ વાંચો: રાજકોટની બોનાન્ઝા બ્યુટી સલૂન પર GST વિભાગના દરોડા, 43 લાખની કરચોરી ઝડપી
ધારાસભ્યો સહિત અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા
હીરાબાને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યાની જાણ થયા બાદ અહીં દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા પહોંચ્યા હતા. આ ઉપરાંત અધિકારીમાં કે.કૈલાસનાથન સહિત પોલીસબેડાના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા તેવું જાણવા મળી રહ્યું છે.