- કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ
- સુરતના ભંડારી પરિવારે બનાવડાવેલો મુગટ અર્પણ કરાયો
- મુગટમાં ગદા, કળા કરતાં બે મોર, મોરપિંછ અને ફ્લાવરની આકૃતિ
સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીને 1 કિલોના સોનાનો મુગટ અર્પણ કરાયો છે. જેમાં મુગટ અને કુંડળ 1 કિલો સોનામાંથી બનાવાયા છે. તથા મુગટમાં મોરની ચાંચ અને આંખમાં મીણા કારીગરી છે. 10 કારીગરોને મુગટ બનાવતા 3 મહિનાનો સમય લાગ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વર્લ્ડકપ ફાઈનલ પહેલા હોટેલ રૂમના ભાડામાં તોતિંગ વધારો
કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ
સાળંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવમાં કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને એક એક કિલોના બે અલગ-અલગ પ્યોર સોનાના હીરાજડિત મુગટ તથા કુંડળ સંતોના હસ્તે અર્પણ કરવાનું આયોજન હતું. જે અંતર્ગત દાદાને શાસ્ત્રોક્ત વિધિ બાદ સુરતના ભંડારી પરિવારે બનાવડાવેલો મુગટ અર્પણ કરાયો છે. કથા મંડપમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ અને સંતોની ઉપસ્થિતમાં હરિભક્ત અને તેના પરિવાર દ્વારા સંતોને મુગટ અપર્ણ કરવામા આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં વધારો, 15 વર્ષનો કિશોર અચાનક ઢળી પડ્યો અને થયુ મૃત્યુ
આ મુગટમાં ગદા, કળા કરતાં બે મોર, મોરપિંછ અને ફ્લાવરની આકૃતિ કંડારવામાં આવી
આ મુગટમાં ગદા, કળા કરતાં બે મોર, મોરપિંછ અને ફ્લાવરની આકૃતિ કંડારવામાં આવી છે. મુગટમાં મોરની ચાંચ અને આંખમાં મીણા કારીગરી કરાઈ છે. એટલું જ નહીં મુગટ અને કુંડળમાં 7200 ડાયમંડ લગાડવામાં આવ્યા છે. તો કુલ 375 કેરેટ ડાયમંડજડિત મુગટ અને કુંડળની ડિઝાઈન કરતાં એક મહિનો અને બનાવતા 10 કારીગરોને 3 મહિનાનો સમય લાગ્યો હતો. એવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. જે હવે ‘કિંગ ઓફ સાળંગપુર’ના નામથી પણ ઓળખાય છે. દાદાની સાળંગપુર મંદિરમાં 54 ફુટની વિશાળ પ્રતિમા બાદ હવે સાળંગપુરના વિશ્વવિખ્યાત કષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ભક્તોને વધુ એક નવું નજરાણું જોવા મળશે.