ધર્મ

આ દેવતાઓને અર્પણ કરો ગલગોટાના ફૂલ, ઘરમાં થશે ધન વર્ષા !

Text To Speech

હિન્દુ ધર્મમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો બતાવામાં આવ્યા છે. જેમાં ભગવાનના પ્રિય ફૂલોનો પણ ઉલ્લેખ કરવા અવ્યો છે. માન્યતા અનુસાર ભગવાનને તેમના પ્રિય ફૂલો ચડવાથી જલ્દી પ્રસન્ન થાય છે. પરંતુ હવે પ્રશ્ન થશે કે ક્યાં ભગવાનને ક્યાં ફૂલ વધુ પસંદ છે ?

શાસ્ત્રોમાં ફૂલોનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે, કોઇપણ દેવતાને પ્રસન્ન કરવા અને તેમની કૃપા જલ્દી પ્રાપ્ત કરવા માટે તેમને તેમના પ્રિય ફૂલ અર્પણ કરવા જોઈએ. માન્યતા અનુસાર ભગવાનને તાજા અને તેમના પ્રિય ફૂલ અપર્ણ કરવથી ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તોની મન માંગી ઈચ્છા પૂરી થાય છે. તો અહી જાણો ક્યાં દેવતાને પસંદ છે ગલગોટાનુ ફૂલ(મેરીગોલ્ડ) અને વસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં કઈ દિશામાં લાગવા જોઈએ.

આ દેવતાઓને ગલગોટાનું (મેરીગોલ્ડ) ફૂલ ગમે છે

હિંદુ ધર્મમાં પૂજા કે ધાર્મિક વિધિઓમાં ગલગોટાના ફૂલનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. જણાવી દઈએ કે ગલગોટાનુ ફૂલ ભગવાન ગણેશ અને ભગવાન વિષ્ણુની પૂજા માટે શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશ અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે બુધવાર અને ગુરુવારે તેમને ગલગોટાના ફૂલ ચઢાવો. તેમજ શુભ કાર્યોમાં પણ ગલગોટાના ફૂલનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. આ સિવાય ઘરની સજાવટ અને કોઈપણ શુભ કાર્યમાં ગલગોટાના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે.

આ દેવતાઓને અર્પણ કરો ગલગોટાના ફૂલ, ઘરમાં થશે ધન વર્ષા !- humdekhengenews

ગલગોટા ફૂલનું મહત્વ

એવું માનવામાં આવે છે કે પૂજામાં ભગવાન વિષ્ણુ અને ગણેશને નિયમિત રીતે ગલગોટાનુ ફૂલ ચઢાવવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. તેની સાથે જ ઘરમાં બાળકો સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. પરંતુ ભગવાનને ફૂલ ચઢાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે હંમેશા તેમને તાજાં જ ફૂલ ચઢાવો.

આ પણ વાંચો :  પરિવારનો ભેદ ખુલ્યો: રીવાબા ભાજપમાંથી ચૂંટણી લડતા સસરાએ વિવાદિત વીડિયો જાહેર કર્યો

ઘરની આ દિશામાં મેરીગોલ્ડના ફૂલ રાખો

વાસ્તુશાસ્ત્રમાં ગલગોટાના ફૂલનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ગલગોટાના ફૂલોને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. તેને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે. એટલું જ નહીં તેને ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. ગલગોટાનુનું ફૂલ એકમાત્ર એવું ફૂલ છે જેનો ઉપયોગ પૂજા અને શુભ કાર્યોમાં થાય છે.

Back to top button