ટોપ ન્યૂઝનેશનલ

ઓડિશા ટ્રેન દુર્ઘટના: કેવી રીતે અથડાઈ ત્રણ ટ્રેનો એક સાથે?, જાણો કોની ભૂલના કારણે થઈ આ દુર્ઘટના

Text To Speech

ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન પાસે ગઈ કાલે એક મોટી ટ્રેન દુર્ઘટના ઘટી હતી. જેમાં સ્ટેશન નજીક ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી.આ ઘટના સાંજે લગભગ 7 વાગે બની હતી. આ ભયાનક ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક 280 નજીક પહોંચી ગયો છે. જ્યારે 900 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન હાલ એ થઈ રહ્યો છે. કે એક-બે નહીં પરંતુ ત્રણ ટ્રેનો એકબીજા સાથે કેવી રીતે અથડાઈ ? આવડી મોટી દુર્ઘટના થવા પાછળનું કારણ શું હતુ ? અને આ અકસ્માત માટે જવાબદાર કોણ છે ?

જાણો કેવી રીતે થયો અકસ્માત

મળતી માહિતી મુજબ, બેંગલુરુથી હાવડા જઈ રહેલી 12864 બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના ઘણા ડબ્બા બહાનાગા બજારમાં પાટા પરથી ઉતરી ગયા અને બીજા પાટા પર પડ્યા. આ પાટા પરથી ઉતરી ગયેલા ડબ્બા12841 શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાયા હતા અને તેના પણ ડબ્બા પલટી ગયા હતા.” કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતર્યા બાદ માલસામાન ટ્રેન સાથે અથડાયા હતા, જેના કારણે માલસામાન ટ્રેન ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માત સાંજે સાત વાગ્યાની આસપાસ થયો હતો.

રાજ્યના મુખ્ય સચિવે આપી માહિતી

રાજ્યના મુખ્ય સચિવે દુર્ઘટના વિશે જણાવ્યું કે પહેલા હાવડા એક્સપ્રેસ અને ગુડ્સ ટ્રેન એકબીજા સાથે અથડાઈ અને પછી પાછળથી કોરોમંડલ એક્સપ્રેસ આવી, જેના કારણે અકસ્માત વધુ ભયાનક બન્યો.

અકસ્માત અંગે રેલવેએ શું કહ્યું?

રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું કે, ટ્રેન નંબર 12841 ચેન્નાઈ સેન્ટ્રલથી શાલીમાર જઈ રહી હતી. આ ટ્રેન 2 જૂને બપોરે 3.30 કલાકે શાલીમાર જવા રવાના થઈ હતી. ખડગપુર ડિવિઝન હેઠળના બહનાગા બજાર રેલવે સ્ટેશન નજીક રાત્રે 8.30 વાગ્યે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. અપ અને ડાઉન બંને ટ્રેનોની અવરજવરને અસર થઈ છે.

 આ પણ વાંચો : Odisha Train Accident : મૃત્યુઆંક 280 પર પહોંચ્યો, રેલવે મંત્રી ઘટના સ્થળે પહોંચ્યા

Back to top button