ટોપ ન્યૂઝનેશનલ

Odisha Train Accident : મૃત્યુઆંક 280 પર પહોંચ્યો, રેલવે મંત્રી ઘટના સ્થળે પહોંચ્યા

Text To Speech

 બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન પાસે ગઈ કાલે એક મોટી ટ્રેન દુર્ઘટના ઘટી હતી. જેમાં સ્ટેશન નજીક ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. આ ઘટના સાંજે લગભગ 7 વાગે બની હતી. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ભયાનક ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક 280 નજીક પહોંચી ગયો છે. જ્યારે 900 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.

280 લોકોના મોત અને 900 લોકો ઘાયલ

ભયાનક ટ્રેન પાટા પરથી ઉતરી જતાં 280 લોકોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે. ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે ભયાનક ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને શનિવારે એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો હતો.  આ દુર્ઘટનામાં આખી રાત ચાલેલું રેસ્ક્યુ ઓપરેશન હાલ પણ ચાલુ છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બીજી તરફ, બચાવકાર્યના નિરીક્ષણ માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સ્થળ પર પહોંચ્યા છે.

રાષ્ટ્ટપતિ અને વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો અને નેતાઓએ પાર્ટી ઓડિશાના બાલાસોર જિલ્લામાં ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતુ કે વડા પ્રધાને કહ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે અને અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

 આ પણ વાંચો : ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં 70ના મોત, PMOએ કરી વળતરની જાહેરાત

Back to top button