ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ચિંતાજનક રીતે કથળી રહી છે આ રાજ્યોની આર્થિક સ્થિતિઃ જાણો ગુજરાતના શું હાલ છે?

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક :  નીતિ આયોગે 18 મુખ્ય રાજ્યોનો આર્થિક સ્વાસ્થ્ય ઈન્ડેક્સ બહાર પાડ્યો. શુક્રવારે (24 જાન્યુઆરી, 2025) ના રોજ પ્રકાશિત થયેલ, આ ઈન્ડેક્સ રાજ્યોને GDP, વસ્તી વિષયક, જાહેર ખર્ચ, આવક અને આર્થિક સ્થિરતામાં તેમના હિસ્સાના આધારે ક્રમ આપે છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના વિશ્લેષણના આધારે આ ઈન્ડેક્સમાં પંજાબ સૌથી નીચે ક્રમે છે. અન્ય પાંચ રાજ્યોમાં આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ અને હરિયાણાનો સમાવેશ થાય છે.

રિપોર્ટ અનુસાર, ખર્ચની ગુણવત્તા, આર્થિક શિસ્ત અને Debt indexની દ્રષ્ટિએ પંજાબ સૌથી ખરાબ પ્રદર્શન કરે છે, જ્યારે મહેસૂલ વસૂલાત અને દેવા ટકાઉપણામાં થોડું સારું પ્રદર્શન કરે છે. ઓડિશાને Debt index અને Debt sustainabilityમાં સર્વોચ્ચ ક્રમ મળ્યો.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

આ સૂચકાંક પાંચ મુખ્ય સૂચકાંકો પર આધારિત છે: ખર્ચની ગુણવત્તા, મહેસૂલ સંગ્રહ, આર્થિક શિસ્ત, દેવું સૂચકાંક અને ડેબ્ટ સસ્ટેબિલિટી. આ ડેટા મુખ્યત્વે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) પાસેથી લેવામાં આવ્યો છે. ઓડિશા 67.8 પોઈન્ટ સાથે યાદીમાં ટોચ પર રહ્યું, જ્યારે પંજાબ માત્ર ૧૦.૭ પોઈન્ટ સાથે સૌથી નીચે રહ્યું. ટોચના પાંચ રાજ્યોમાં ઓડિશાનો સમાવેશ થાય છે, ત્યારબાદ છત્તીસગઢ, ગોવા, ઝારખંડ અને ગુજરાતનો સમાવેશ થાય છે. તે જ સમયે, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પણ ટોચના પ્રદર્શન કરનારા રાજ્યોમાં સામેલ છે.

નીતિ આયોગે જણાવ્યું હતું કે ઓડિશાએ ઓછી આ્થિક ખોટ, સારી ડેબ્ટ પ્રોફાઇલ અને મજબૂત મૂડી ખર્ચ ગુણોત્તર જાળવી રાખ્યો છે. બીજી તરફ, પંજાબ, કેરળ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો નબળા મહેસૂલ સંગ્રહ, ઊંચા દેવા અને મોટા વ્યાજ ચુકવણી જેવા પડકારોનો સામનો કરી રહ્યા છે.

રિપોર્ટમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ઓડિશા, છત્તીસગઢ અને ગુજરાત જેવા રાજ્યો સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે, જ્યારે પંજાબ, કેરળ અને પશ્ચિમ બંગાળ છેલ્લા નવ વર્ષથી નબળી નાણાકીય સ્થિતિમાં છે.

આ પણ વાંચો : Delhi elections/ આ પાર્ટીએ ગુનાઈત કેસ ધરાવતા લોકોને આપી સૌથી વધુ ટિકિટ; ADR રિપોર્ટમાં ખુલાસો

Back to top button