JCBથી આખું ATM મશીન ઉખાડીને લઈ ગયા ચોર, બદમાશોને શોધી રહી છે પોલીસ


ભુવનેશ્વર, 20 માર્ચ 2025: ઓડિશાના ઝારસુગુડામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. thieves uprooted atm using jcb ગત રાતે અજાણ્યા શખ્સોએ JCBની મદદથી સેન્ટ્રલ બેન્ક ઓફ ઈંડિયાનું ATM મશીન ઉખાડીને લઈ ગયા હતા. આ ઘટના BTM ચોક નજીક, ઝારસુગુડા સદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થઈ હતી, જેને લઈને સ્થાનિક પોલીસ પ્રાશસનમાં હડકંપ મચી ગયો.
ઘટનાની જાણકારી
પ્રાપ્ત વિગતો અનુસાર, ચોરોએ એક મોટા જેસીબી મશીનની મદદથી એટીએમને ઉખાડી નાખ્યું. આ ઘટના બાદ એટીએમ કિયોસ્ક પણ તૂટી ગયું. બદમાશોએ આખું ATM મશીન લઈને ફરાર થઈ ગયા, જ્યારે ATMમાં રાખેલી રોકડ રકમ પણ ગાયબ થઈ ગઈ.
ATM ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત
ઘટનાની માહિતી મળતા જ ઝારસુગુડા સદર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી. પોલીસે તત્પરતા દાખવી અને ચોરાયેલ ATM અને JCB મશીન કબજે કર્યું. જોકે, એટીએમ મશીનમાં રાખેલી રોકડ ગાયબ હતી અને એટીએમ ખરાબ રીતે નુકસાન થયું હતું.
જેસીબી માલિક કસ્ટડીમાં
તપાસ દરમિયાન, પોલીસે જેસીબીના માલિકને શોધી કાઢ્યો અને તેને કસ્ટડીમાં લીધો. હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે. પોલીસ હવે આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધ કરી રહી છે. ટૂંક સમયમાં ખબર પડશે કે આ એટીએમ ચોરો કોણ હતા અને તેમણે રોકડ ક્યાં છુપાવી હતી.
આ પણ વાંચો: હાય રે લાચારી! દીકરો ગુમ થયો, વહુનું મૃત્યુ થયું, ભિખ માગી જીવન જીવતી દાદીએ 200 રુપિયામાં પૌત્રને વેચી દીધો