ઓડિશા રેલવે દુર્ઘટના: મમતા બેનર્જીના નિવેદન પર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી પ્રતિક્રિયા


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કાલે ઓડિશાના બાલેશ્વરમાં ટ્રેન દુર્ઘટના સ્થળે ગયા હતા. ત્યારે તેમણે નિવેદન આપ્યુ હતું કે “કોરોમંડલ શ્રેષ્ઠ એક્સપ્રેસ ટ્રેનોમાંની એક છે. હું ત્રણ વખત રેલ્વે મંત્રી રહી ચુકી છું, મેં જે જોયું છે તેના પરથી આ 21મી સદીની સૌથી મોટી ટ્રેન દુર્ઘટના છે.” આવા કિસ્સાઓ રેલ્વેના કમિશન ઓફ સેફ્ટી પાસે મોકલવામાં આવે છે અને તેઓ તપાસ કરે છે અને રિપોર્ટ આપે છે, જ્યાં સુધી મને ખબર છે, ટ્રેનમાં કોઈ અથડામણ વિરોધી ઉપકરણ નહોતું. જો ઉપકરણ ટ્રેનમાં હોત તો આ બન્યું ન હોત. મૃતકોને પાછા લાવી શકાતા નથી, પરંતુ અમારું કામ હવે બચાવ કામગીરી અને સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવાનું છે.
CM મમતા બેનર્જીના નિવેદન પર રેલવે મંત્રીએ શું કહ્યું?
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મમતાજીએ કવચ સિસ્ટમ વિશે વાત કરી હતી. તેમણે પોતાની પાસે રહેલી માહિતીના આધારે પોતાનું નિવેદન આપ્યું હતું, પરંતુ આ અકસ્માતનું કારણ નથી. ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ અકસ્માત થયો હતો. રેલવે મંત્રીએ કહ્યું કે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : ભારે પવનના કારણે પાવાગઢ પર્વત પર રોપ-વે સેવા બંધ