ટોપ ન્યૂઝનેશનલ

Odisha Government: દિવાળી પહેલા ઓડિશા સરકારની ભેટ, તમામ કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવાની જાહેરાત

Text To Speech

ઓડિશા સરકારે રાજ્યમાં કરાર આધારિત ભરતી નાબૂદ કરી છે. દિવાળી પહેલા મુખ્યમંત્રી નવીન પટનાયકે શનિવારે જાહેરાત કરતા કહ્યું કે તમામ કરાર પરના કર્મચારીઓને કાયમી કરવામાં આવશે.

વીડિયો સંદેશ જાહેર
પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી વીડિયો જાહેર કરતાં પટનાયકે કહ્યું, “આજનો દિવસ મારા માટે સૌથી ખુશીનો દિવસ છે. રાજ્યમાં કરાર આધારિત રોજગાર પ્રથા કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. હું ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યો હતો.”

મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે, ઓડિશામાં કોન્ટ્રાક્ટ એમ્પ્લોયમેન્ટના યુગનો અંત આવ્યો છે. ચાલો આપણે બધા વધુ દૃઢ નિશ્ચય કરીએ અને પોતાને લોકોની સેવામાં લગાવીએ.

મુખ્યમંત્રી પટનાયકના જન્મદિવસ પહેલા મોટી જાહેરાત

મુખ્યમંત્રી પટનાયકે 57 હજારથી વધુ કોન્ટ્રાક્ટ અધારિત કર્મચારીઓને નિયમિત કરવાની જાહેરાત કરી છે. આમાં 1,300 કરોડનો ખર્ચ થશે. રાજ્યના મંત્રીમંડળે આ અંગેના એક પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. પટનાયકે પોતાના 76માં જન્મદિવસ પહેલા આ મોટી જાહેરાત કરી છે.

 

Back to top button