ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ICC ODI World Cup શેડ્યૂલની રિલીઝ ડેટ જાહેર, PCBને ICC વધુ સમય નહીં આપે

Text To Speech

તમામ ક્રિકેટ પ્રેમીઓ આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારી 2023 ODI વર્લ્ડના શેડ્યૂલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે બહાર આવી રહેલા અહેવાલો અનુસાર, ICC 27મી જૂને શિડ્યુલની સત્તાવાર જાહેરાત કરવાની યોજના બનાવી રહ્યું છે. આ તારીખના બરાબર 100 દિવસ પછી 5 ઓક્ટોબરની તારીખ છે, જે દિવસથી આ મેગા ઈવેન્ટની પ્રથમ મેચ રમવાની યોજના સામે આવી છે.

BCCIએ ઘણા સમય પહેલા ICCને ODI વર્લ્ડ શેડ્યૂલનો ડ્રાફ્ટ મોકલ્યો હતો. ત્યારથી, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના સતત વાંધાને કારણે, શેડ્યૂલની સત્તાવાર જાહેરાત થઈ શકી નથી. પીસીબીએ હજુ સુધી આઈસીસીને શેડ્યૂલ અંગે તેની મંજૂરી મોકલી નથી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ ODI વર્લ્ડ કપમાં તેમની ટીમની ભાગીદારી અંગે નિવેદન આપ્યું હતું કે અમે ICCને પહેલેથી જ કહી દીધું છે કે અમે આ શેડ્યૂલ અંગે અમારી સંમતિ કે અસહમતિ આપી શકીએ નહીં. તે અમારી સરકાર પર નિર્ભર છે. જે રીતે ભારતીય ટીમ તેની સરકારની પરવાનગી પર નિર્ભર છે.

પાકિસ્તાને ICCને 2 મેચનું સ્થળ બદલવાની માંગ કરી છે

PCBએ ICC દ્વારા મોકલેલા ડ્રાફ્ટ શેડ્યૂલમાં તેની બે મેચના સ્થળને લઈને ICC પાસેથી ફેરફારની માંગ કરી છે. આમાં એક મેચ ચેન્નાઈના મેદાન પર અફઘાનિસ્તાન સામે જ્યારે બીજી બેંગલુરુના મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે. પાકિસ્તાની ટીમ અફઘાન ટીમ સામે સ્પિન ફ્રેન્ડલી પીચ પર રમવા માંગતી નથી. જોકે, BCCIએ આ માંગને સંપૂર્ણપણે ઠુકરાવી દીધી છે.

Back to top button