Biporjoy: દ્વારકાના એકાદશ મહારુદ્ર મહાદેવ મંદિરમાં ઘુસ્યા સમુદ્રના પાણી
બીપરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે ગુજરાતમાં એક મહત્વપુર્ણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.તારીખ 16 અને 17 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં તબાહી મચાવી શકે છે. લેટેસ્ટ ફોરકાસ્ટ મુજબ આ બન્ને દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ વરસી શકે છે.
વાવાઝોડું જરાય નબળું પડ્યું નથી
હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું કે, વાવાઝોડું જરાય નબળું પડ્યું નથી અને તેની ઈન્ટેન્સિટીમાં પણ કોઈ ઘટાડો થયો નથી. બીપરજોય વાવાઝોડાના પગલે સમુદ્રમાં ઉત્પન્ન થયેલ કરંટના લીધે દરિયાનું સ્તર વધતા દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં આવેલ એકાદશ મહાદેવ મંદિરમાં ઘૂસ્યા સમુદ્રના પાણી ઘુસવાના સમાચાર મળી રહ્યા છે. આ મંદિરની મુલાકાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પહોંચ્યા હતા. તેમના વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
મહાદેવને સાક્ષાત જળાભિષેક કરી રહ્યા છે સમુદ્રદેવ
ભગવાન શિવ પાસે આરાધના કરીને ગુજરાત અને સમગ્ર દેશ પરથી આ વાવાઝોડાનું સંકટ દૂર કરવા માટે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પાર્થના કરી હતી. મહત્વનું છે કે, મહાદેવને સાક્ષાત જળાભિષેક કરી રહ્યા છે સમુદ્રદેવ તેવા વિડ્યો સામે આવ્યા હતા. જુઓ નીચેના વિડિયો.
View this post on Instagram
આ પણ વાંચો: Biparjoy Update: CM ભૂપેન્દ્ર પટેલે વાવાઝોડા અંગે ગાંધીનગરમાં યોજી બેઠક