કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનવરાત્રિ-2024મનોરંજન

રાજકોટના નવરાત્રી રાસોત્સવમાં અશ્લીલ ગીતો વાગ્યા, જૂઓ વીડિયો

Text To Speech
  • અવાર નવાર વિવાદમાં રહેતું નીલ સિટી ક્લબ ફરી વિવાદમાં આવ્યું
  • રાસોત્સવમાં ગરબાના બદલે શકીરાના ગીત અને જમાલકુદુ જેવા ગીત વાગ્યા
  • પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઘટના વખોડી

રાજકોટ, 6 ઓક્ટોબર : નવરાત્રી પર્વે માતાજીની આરાધના કરવાનું આજે ચોથું નોરતું છે. ત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઠેરઠેર પ્રાઇવેટ રાસોત્સવના આયોજનો થયા છે જેમાં ગરબાની સાથે અનેક ફિલ્મી ગીતોને પણ વગાડવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં જાણીતા નીલ સિટી ક્લબમાં હાલમાં ચાલી રહેલા નવરાત્રીના આયોજનમાં વિવાદ ઉભો થયો છે. જેમાં આયોજકોએ ગરબા કે સારાં ફિલ્મી ગીત પ્રસારીત કરવાના બદલે શકીરા અને જમાલકુદુ જેવા ગીત ઉપર લોકોને રાસ લેવડાવ્યા હતા.

વીડિયો થયો વાયરલ થતાં પૂર્વ CM વિજય રૂપાણીએ ઘટનાને વખોડી

રાજકોટના નીલ સિટી ક્લબના આયોજકો રાસોત્સવમાં જે ભાન ભુલ્યા છે તેના વીડિયો હાલ વાયરલ થયા છે. લોકો નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં ગરબાને બદલે શકીરાનાં સોંગ પર ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત માત્ર શકીરા જ નહિ ફેમસ સોંગ જમાલકુદુ જેવા દારૂના ગીત પણ રાસોત્સવમાં વગાડ્યા હતા. દરમિયાન આ વાયરલ વીડિયો જોયા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ઘટનાને વખોડી કાઢી હતી.

Back to top button