ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

ઓ બાપ રે! આવી બર્થડે પાર્ટી, રસ્તા વચ્ચે 20થી વધુ કારો રાખીને લખનઉનો રોડ બ્લોક કર્યો

  • વીડિયો બહાર આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી અને અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો

લખનઉ, 31 મે: ઉત્તર પ્રદેશના લખનઉમાં બર્થડેની એવી ઉજવણી કરવામાં આવી કે રસ્તો બ્લોક થઈ ગયો… લોકો નિયમો અને કાનૂનને ગણકારીને કોઈ પણ પ્રકારના ડર વગર રસ્તાની વચ્ચે પાર્ટી કરતા રહ્યા. આ સેલિબ્રેશનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં લખનઉના પોશ વિસ્તારમાં રસ્તાની વચ્ચે એક અમીર વ્યક્તિનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં 20થી વધુ કારોએ સર્વિસ રોડ બ્લોક કરી દીધો અને છોકરાઓ કારની ઉપર ઊભા રહીને હંગામો મચાવવા લાગ્યા. ગુરુવારે આ વીડિયો બહાર આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી અને કેસ નોંધ્યો છે.

 

રસ્તાની વચ્ચે જન્મદિવસની ઉજવણી

લખનઉ પોલીસનું કહેવું છે કે, “જન્મદિવસની ઉજવણી કરવા માટે 20થી વધુ કારો રસ્તો રોકી રહી હોવાનો વીડિયો બહાર આવ્યા બાદ, સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જે રોડ પર જન્મદિવસની ઉજવણી થઈ રહી હતી તે લખનઉનો પોશ વિસ્તાર છે. ઇકાના સ્ટેડિયમ પણ ત્યાં રહેલું છે.

વાયરલ વીડિયો પર એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શશાંક સિંહે કહ્યું કે, “વાયરલ વીડિયોમાં શહીદ પથ પર બે મોલની વચ્ચે સર્વિસ લેનમાં 20-25 કાર પાર્ક થયેલી જોવા મળે છે. પોલીસને જાણવા મળ્યું છે કે આ લોકો જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. સંબંધિત કલમો હેઠળ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.” પોલીસ અધિકારીએ કહ્યું કે, “પોલીસે કારની નંબર પ્લેટ દ્વારા કેટલાક લોકોની ઓળખ કરી છે, જ્યારે અન્ય લોકોની પણ ઓળખ કરવામાં આવી રહી છે.”

 

ADCP શશાંક સિંઘે વધુમાં જણાવ્યું હતું કે, IPC કલમ 283 (જાહેર માર્ગમાં અવરોધ, મોટર વાહન અધિનિયમનું ઉલ્લંઘન અને પાંચથી વધુ લોકો એકઠા થવાના કિસ્સામાં નિયમોનું ઉલ્લંઘન) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસની ટીમો આશિયાના અને જૂના શહેરના વિસ્તારોમાં ઘરો પર દરોડા પાડી રહી છે.

આ પણ જુઓ: હું ભલે ગમે ત્યાં રહું, દિલ્હીનું કામ અટકશે નહીં: કેજરીવાલનો સરેન્ડર પહેલા વીડિયો જાહેર

Back to top button