ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

NZ vs SL: ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech
  • સેમી ફાઈનલના દૃષ્ટિકોણથી આજની મેચ ખૂબ જ મહત્વપૂર્ણ.

WORLD CUP 2023: આજે 2023 વર્લ્ડ કપની 41મી મેચ ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીત્યો છે, અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. સેમી ફાઈનલમાં ત્રણ ટીમો પહોંચી ગઈ છે, જેમાં ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના નામ સામેલ છે ત્યારે હવે એક ટીમ બાકી સેમી ફાઈનલમાં સ્થાન મેળવવા ત્રણ ટીમો વચ્ચે લડાઈ ચાલું જ છે.

ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા મેચના ખેલાડીઓ:

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન: ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન (C), ડેરીલ મિશેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ટોમ લેથમ (W), ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન

શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન: પથુમ નિસાન્કા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (C/W), સદીરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, એન્જેલો મેથ્યુસ, ધનંજયા ડી સિલ્વા, ચમિકા કરુણારત્ને, મહેશ થેક્ષાના, દુષ્મંથા ચમીરા, દિલશાન મદુશાનકા

પિચ રિપોર્ટ :

આ મેદાન પર ફાસ્ટ બોલરો વધુ સફળ રહ્યા છે. અહીં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 બોલરોમાં બધા ફાસ્ટ છે. સ્પિનરોને અહીં ઓછી મદદ મળે છે. નાની બાઉન્ડ્રીના કારણે અહીંના બેટ્સમેનો સ્પિન બોલને સરળતાથી બાઉન્ડ્રી પાર મોકલી દે છે. એકંદરે આજની પિચ ફાસ્ટ બોલરો તેમજ બેટ્સમેનોને ફાયદો કરાવી શકે છે. સ્પિનરો આ મેદાનમાં ઓછી આશા રાખે છે.

POINTS TABLE:

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

ન્યૂઝીલેન્ડની ટીમે 8 મેચમાંથી 4 મેચમાં જીત મેળવી છે અને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ન્યૂઝીલેન્ડ હજી સેમી ફાઈનલની રેસમાં જ છે. જ્યારે શ્રીલંકાની ટીમ આ વર્લ્ડ કપમાં 8 મેચો રમી ચૂક્યું છે. જેમાંથી 6 મેચોમાં તો હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે માત્ર 2 મેચોમાં જ જીત મેળવી છે. 6 મેચોમાં હાર્યા પછી શ્રીલંકા સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ચુકી છે. જે હાલ પોઈન્ટ ટેબલમાં નવમાં સ્થાને છે.

  • સેમી ફાઈનલમાં એક ટીમની જગ્યા બાકી છે. કઈ ટીમ પહોંચી શકે છે સેમી ફાઈનલમાં ?

વાંચો અહીં : આ વર્લ્ડ કપમાં એવી ત્રણ મેચ બાકી છે, જે સેમી ફાઈનલનું સમીકરણ બદલી શકે છે

Back to top button