NZ vs SA: ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય
WORLD CUP 2023: આજે 2023 વર્લ્ડ કપની 32મી મેચ ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણેમાં રમાશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીત્યો છે, અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનની ટીમ આજની મેચ પર નજર રાખશે.
ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા મેચના ખેલાડીઓ:
ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવન: : ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (W/C), ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ
દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન: ક્વિન્ટન ડી કોક (W), ટેમ્બા બાવુમા (C), રાસી વાન ડેર ડુસેન, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગિડી
View this post on Instagram
ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની શું છે સ્થિતિ?
બંને ટીમો આ વર્લ્ડ કપમાં 6-6 મેચ રમી છે. જેમાં ન્યૂઝીલેન્ડ 6 મેચમાંથી 4 મેચમાં જીત મેળવી છે, તો દક્ષિણ આફ્રિકાએ 6 મેચમાં થી 5 જીત મેળવી છે, અને તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, જ્યારે ભારત પોઈન્ટ ટેબલમાં પ્રથમ નંબરે છે.
આજે રમાનાર મેચ ખુબ જ મહત્વપૂર્ણ છે. કારણ જે જો આજે ન્યૂઝીલેન્ડની ટીમ હારે છે તો તેના સેમિફાઈનલમાં જવાની ઉમ્મીદોને ઝાટકો લાગશે. પરંતુ જો આજે તે સાઉથ આફ્રિકાને હરાવશે તો પાકિસ્તાન માટે સેમીફાઈનલમાં પહોંચવું લગભગ અશક્ય બની જશે. આ સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમનો રસ્તો ઘણો સરળ બની જશે.
પિચ રિપોર્ટ:
મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ એક ઉચ્ચ સ્કોરિંગ મેદાન છે. આ મેદાન પર અત્યાર સુધી 9 ODI મેચ રમાઈ છે. તેમાંથી આઠ વખત 300+નો સ્કોર કરવામાં આવ્યો છે. જેથી આજની મેચમાં બેટ્સમેનોને રન બનાવવા સરળ રહેશે, આજે બેટ્સમેનો અહીં ધૂમ મચાવી શકે છે. વાત જ્યારે બોલિંગની આવે તો ફાસ્ટર્સને અહીં બોલિંગમાં વધુ મદદ મળતી જોવા મળી છે. આ મેદાન પર સૌથી વધુ વિકેટ લેનારા તમામ ટોપ-5 બોલરો ફાસ્ટ બોલર છે. બુમરાહ અને ભુવનેશ્વર જેવા ફાસ્ટ બોલરોએ અહીં 10-10 વિકેટ લીધી છે. છેલ્લી મેચમાં ફઝલહક ફારૂકીએ આ મેદાન પર માત્ર 34 રન આપીને 4 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાનની સેમિફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત : બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું