ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

NZ vs NED: નેધરલેન્ડ ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો કર્યો નિર્ણય

NZ vs NED: વર્લ્ડ કપ 2023 ની છઠ્ઠી મેચ ન્યૂઝીલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે રમાવા જઈ રહી છે. જે આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ રમાવા જઈ રહી છે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. નેધરલેન્ડ ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો છે. ન્યૂઝીલેન્ડના ઓપનર ખેલાડીઓ બેટિંગ માટે મેદાનમાં ઉતરશે.

ન્યૂઝીલેન્ડ-નેધરલેન્ડ મેચ માટે ખેલાડીઓ

નેધરલેન્ડ પ્લેઈંગ ઈલેવન: વિક્રમજીત સિંહ, મેક્સ ઓ’ડાઉડ, કોલિન એકરમેન, બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, સ્કોટ એડવર્ડ્સ (વિકેટમાં/કેપ્ટન), સિબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, રોઈલોફ વાન ડેર મેર્વે, રેયાન ક્લાઈન, આર્યન દત્ત, પોલ વાન મીકરેન.

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન: ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (wk/c), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.

વર્લ્ડ કપ મેચોનું પોઈન્ટ ટેબલ

 

શું કહે છે આજની મેચનું ગણીત?

ન્યૂઝીલેન્ડે પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને ખરાબ રીતે હરાવ્યું હતું. જ્યારે નેધરલેન્ડને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડેની ટીમ અત્યારે ફોર્મમાં દેખાઈ રહી છે, જેના કારણે તે નેધરલેન્ડને પછાડી શકે છે. જો નેધરલેન્ડની બોલિંગ અસરકારક સાબિત થશે તો પરિણામ કંઈક અલગ આવી શકે છે.

કઈ ટીમ ભારે પડી શકે છે?

જો આપણે ન્યૂઝીલેન્ડ-નેધરલેન્ડ વર્લ્ડ કપના વર્તમાન ફોર્મ અને બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ પર નજર કરીએ તો કિવી ટીમનો હાથ ઉપર છે. ODI ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડની ટીમ નેધરલેન્ડ સામેની પાંચમી જીત મેળવવાની કોશિશ કરશે. જોકે કોણ જીતશે એ તો મેચ પુરી થયા પછી જ ખબર પડશે. ન્યૂઝીલેન્ડ-નેધરલેન્ડ મેચમાં કઈ ટીમ જીતે છે તે જોવું રસપ્રદ રહેશે.

હૈદરાબાદની આ મેચ પીચ કોને લાભ આપી શકે છે?

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ પર બેટ્સમેન માટે સારી માનવામાં આવે છે. અહી બેટ્સમેનો સારા રન બનાવી શકે છે. પરંતુ આ સિવાય સ્પિન બોલરો માટે પણ આ પીચ એટલી જ મદદ રુપ બને છે. પાકિસ્તાન-નેધરલેન્ડ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી બાબર આઝમની ટીમ 49 ઓવરમાં 286 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના સામે બેટિંગ કરવા આવેલી નેધરલેન્ડની ટીમ 41 ઓવરમાં 205 રન પર જ સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાનના ફાસ્ટ બોલરોએ 6 વિકેટ ઝડપી હતી. જ્યારે શાદાબ ખાન સહિત સ્પિનરોએ 4 ખેલાડીઓને આઉટ કર્યા હતા.

આ પણ વાંચો: World Cup 2023 : ભારતની વિજયી શરૂઆત,કે એલ રાહુલના 97 રન

Back to top button