NZ vs BAN: ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
- ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશ સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો લીધો નિર્ણય.
NZ vs BAN: ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડ કપ 2023 ની 11મી મેચ ચેન્નાઈમાં રમાવા જઈ રહી છે, ત્યારે બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને બંને મેચ જીતી છે. જ્યારે બાંગ્લાદેશ એક મેચ જીતી છે અને એક હાર્યું છે. ચેન્નાઈમાં યોજાનારી આ મેચમાં બાંગ્લાદેશ માટે ન્યુઝીલેન્ડ ટીમ ભારે પડી શકે છે.
ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચ માટે ખેલાડીઓ:
ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન: ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરીલ મિશેલ, ટોમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.
બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન: લિટન દાસ, તંજીદ હસન, નઝમુલ હુસૈન શાંતો, મેહદી હસન મિરાજ, શાકિબ અલ હસન (કેપ્ટન), મુશફિકુર રહીમ (વિકેટકીપર), તૌહીદ હ્રિદોય, મહમુદુલ્લાહ, તસ્કીન અહેમદ, શોરીફુલ ઈસ્લામ, મુસ્તાફિઝુર રહેમાન.
ન્યૂઝીલેન્ડ ટીમ ફોર્મમાં:
ન્યૂઝીલેન્ડે પ્રથમ બે મેચમાં શાનદાર જીત નોંધાવી છે. તેણે એક મેચમાં ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યું હતું. બીજી મેચમાં તેણે નેધરલેન્ડ પર 99 રને જીત મેળવી હતી. બાંગ્લાદેશને છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડે તેને 137 રનથી હરાવ્યું હતું. આથી ટીમ હવે નવા પ્લાન સાથે કમબેક કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ પહેલા અમદાવાદ પોલીસની જાહેર જનતાને અપીલ