NZ vs AFG: અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય
NZ vs AFG: ICC ODI વર્લ્ડ કપ 2023ની 16મી મેચ અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉલાડવામાં આવ્યો છે. જેમાં અફઘાનિસ્તાને ટોસ જીત્યો છે, પરંતુ તેણે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી ન્યુઝીલેન્ડની ટીમ રમવા માટે મેદાનમાં ઉતરશે.
અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ મેચના ખેલાડીઓ:
અફઘાનિસ્તાનની પ્લેઇંગ ઇલેવન: રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહીમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, ઈકરામ અલીખિલ (વિકેટકીપર), રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન ઉલ-હક, ફઝલહક ફારૂકી.
ન્યુઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવન: ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ટોમ લાથમ (કેપ્ટન, વિકેટકીપર), ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, માર્ક હેનરી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.
વર્લ્ડ કપની 16મી મેચમાં અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડ સાથે ટકરાશે. પોતાની પ્રથમ ત્રણ મેચ જીતીને ન્યુઝીલેન્ડે સંદેશો આપ્યો છે કે આ વખતે તે ખિતાબનો મજબૂત દાવો કરી રહ્યું છે. આ સાથે જ ખરાબ શરૂઆત બાદ અફઘાનિસ્તાનની ટીમે ફરી કાબુ મેળવી લીધો છે. વર્લ્ડ કપ વિજેતા ઈંગ્લેન્ડને હરાવીને અફઘાનિસ્તાને સંદેશ આપ્યો છે કે તેને કોઈ પણ સંજોગોમાં ઓછો આંકી શકાય નહીં. આ મેચમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેનો અને અફઘાનિસ્તાનના સ્પિનરો વચ્ચે જોરદાર મુકાબલો થશે.
મેચ પિચ કોના માટે ફાયદા કારક સાબિત થશે ?
ચેન્નાઈના ક્રિકેટ મેદાનની વાત કરીએ તો આ પિચ પર ક્યાંક કયાંક જ ઘાસ જોવા મળી રહ્યું છે. જેના કારણે મેચમાં સ્પિનર બોલરોને આ પિચ ફાયદો કરાવી શકે છે. જેના કારણે ન્યૂઝીલેન્ડને અફઘાનિસ્તાન સામે કડક ટક્કરનો સામનો કરવો પડી શકે છે.
અફઘાનિસ્તાનની ટીમ ફોર્મમાં:
ટૂર્નામેન્ટ આગળ વધી રહી છે તેમ અફઘાનિસ્તાનની ટીમ ફોર્મમાં દેખાઈ રહી છે. અફઘાનિસ્તાન ઈંગ્લેન્ડ સામે મોટો સ્કોર બનાવ્યો હતો. અફઘાનિસ્તાનની સૌથી મોટી તાકાત તેના સ્પિન બોલર મુજીબ ઉર રહેમાન અને રાશિદ ખાન છે. આ બંનેએ ઈંગ્લેન્ડ સામે માત્ર બોલિંગ કરીને જ નહીં પરંતુ મજબુત બેટીંગ કરીને મહત્વપૂર્ણ યોગદાન ટીમને આપ્યુ હતું.
ન્યુઝીલેન્ડના ખેલાડીઓ ઈજાગ્રસ્ત:
ન્યુઝીલેન્ડ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે ખેલાડીઓની ઈજા અટકી રહી નથી. બાંગ્લાદેશ સામે કેપ્ટન કેન વિલિયમસન ટીમમાં પરત ફર્યો હતો. પરંતુ કેન વિલિયમસન એક મેચ રમ્યા બાદ ફરી ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે ન્યુઝીલેન્ડ ટીમ થોડી ઠંડી પડી છે.
આ પણ વાંચો: વર્લ્ડકપમાં બીજો મોટો અપસેટ : આફ્રિકાને 38 રનથી હરાવતું નેધરલેન્ડ