જે પણ બોલો જોઈ વિચારીને બોલો! એક નિવેદન આપ્યું ને એક ઝાટકે ₹686640000000 સ્વાહા થઈ ગયાં!
નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2025: વડીલો કાયમ કહે છે કે જે પણ બોલો, જોઈ વિચારીને બોલો. ઘણી વાર જાણ્યા જોયા વિના બોલેલી વાતથી મોટું નુકસાન થઈ શકે છે. કંઈક આવું ક્વાંટમ કંપ્યૂટિંગ ઈંડસ્ટ્રીમાં થયું છે. દુનિયાના ટોપ અમીરોમાં સામેલ એક શખ્સના નિવેદનથી ઈંડસ્ટ્રીમાં એવું તોફાન આવ્યું કે એક જ ઝાટકામાં 8 અબજ ડૉલર (લગભગ 68664 કરોડ) રુપિયા સ્વાહા થઈ ગયા.
આ શખ્સ કોઈ અન્ય નહીં પણ Nvidiaના કો ફાઉન્ડર અને સીઈઓ જેન્સેન હુઆંગ છે. Nvidia એક ટેક્નોલોજી કંપની છે. આ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યૂનિટની ડિઝાઈનિંગ અને મેન્યુફેક્ચરિંગ માટે ઓળખાય છે. એટલે કહી શકીએ કે, આ કંપની કોમ્પ્લેક્સ કંપ્યૂટિંગ માટે ચિપ બનાવે છે. કોમ્પ્લેક્સ કંપ્યૂટિંગમાં કેટલાય પ્રકારના કામ હોય છે, જેમ કે ક્વાલિટી વીડિયો એડિટિંગ, VFX અને ગ્રાફિક ડિઝાઈનિંગ, ટેસ્લાની કારોમાં ઉપયોગ થનારી ચિપ વગેરે.
શું છે તેમનું નિવેદન
બુધવારે 8 જાન્યુઆરીના રોજ હુઆંગે ક્વાંટમ કંપ્યૂટિંગના ફ્યૂચર વિશે એક નિવેદન આપ્યું હતું. કંઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ શોમાં હુઆંગે કહ્યું કે ક્વાંટમ પ્રોસેસિંગની હાલની સંખ્યામાં 10 લાખ ગણા વધારાની જરુર છે. ખૂબ જ ઉપયોગી ક્વાંટમ કમ્પ્યુટરને બજારમાં લાવવામાં 15થી 30 વર્ષ લાગી શકે છે.
તેમના આ નિવેદનની ક્વાંટમ કંપ્યૂટિંગ ઈંડસ્ટ્રીમાં ચર્ચા શરુ થઈ ગઈ. આ ચર્ચા ક્વાંટમ કંપ્યૂટિંગની હાલની ઉપયોગિતા અને ફ્યૂચર વિશે અલગ અલગ મત રજૂ કરે છે. ઈંડસ્ટ્રીના જાણકારોએ હુઆંગના આ નિવેદનને ખોટું ગણાવ્યું છે.
હુઆંગના આ નિવેદનની અસર ક્વાંટમ કંપ્યૂટિંગ કંપનીઓના શેર પર પડી. આ ઈંડસ્ટ્રીના શેર એક ઝટકે ધડામ થઈ ગયા. તેમાં 40 ટકાથી વધારેનો ઘટાડો આવ્યો. તેનાથી આ કંપનીની માર્કેટ કૈપ 8 અબજ ડૉલર (લગભગ 68664 કરોડ)ઓછી થઈ ગઈ.
કેટલી છે હુઆંગની નેટવર્થ
Nvidia ઝડપથી ગ્રોથ કરતી કંપની છે. આ દુનિયાની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં ટોપ પર છે. બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઈંડેક્સ અનુસાર હુઆંગની નેટવર્થ 119 બિલિયન ડોલર છે. આટલી સંપત્તિ સાથે તે દુનિયાના 12માં સૌથી અમીર શખ્સ છે.
આ પણ વાંચો: શપથ ગ્રહણના 10 દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે સજા રોકવાની ના પાડી