Video: નૂપુર શર્મા પણ પહોંચ્યાં મહાકુંભ, હર હર મહાદેવના નારા સાથે સંગમ પર કર્યું સ્નાન


પ્રયાગરાજ, 25 ફેબ્રુઆરી 2025 : દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ શ્રદ્ધાના સૌથી મોટા મેળાવડા પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી રહ્યાં છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં 63 કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી છે. ભાજપના પૂર્વ નેતા નૂપુર શર્મા મંગળવારે પ્રયાગરાજ પહોંચ્યા અને સંગમમાં સ્નાન કર્યું. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે હર-હર મહાદેવ, હર-હર ગંગે કહ્યું.
ઉલ્લેખનીય છે કે મેળા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, સોમવારે રાત્રે 8 વાગ્યા સુધી, 1.30 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી હતી. આ રીતે, ૧૩ જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં 63.36 કરોડ લોકોએ સ્નાન કર્યું છે. મહાશિવરાત્રી ઉત્સવની તૈયારીઓ વિશે વાત કરતા, પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર મંધડે પીટીઆઈ-વીડિયોને જણાવ્યું, “અમે મહાશિવરાત્રી માટે તૈયાર છીએ. બધા શિવ મંદિરોમાં સ્વચ્છતા અને સુરક્ષા માટે તૈયારીઓ કરવામાં આવી છે.
#WATCH | Prayagraj, UP: Former BJP leader Nupur Sharma takes a holy dip at the Triveni Sangam during the ongoing #MahaKumbh2025 pic.twitter.com/hRw9gLCv02
— ANI (@ANI) February 25, 2025
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
નુપુર શર્માએ કહ્યું, “બધી જગ્યાએ પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રી નિમિત્તે શ્રદ્ધાળુઓ માટે સુરક્ષિત સ્નાન સુનિશ્ચિત કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 63 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ગંગા અને સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે.
સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, 26 ફેબ્રુઆરીએ શિવરાત્રીના છેલ્લા સ્નાન મહોત્સવ સુધીમાં, ગંગા અને સંગમમાં સ્નાન કરનારા ભક્તોની સંખ્યા 65 કરોડથી વધુ સુધી પહોંચી શકે છે. મહાકુંભમાં, 73 દેશોના રાજદ્વારીઓ અને ભૂટાન રાજા નામગ્યાલ વાંગચુક સહિત ઘણા દેશોના મહેમાનો અમૃત સ્નાન કરવા માટે અહીં પહોંચ્યા હતા. એટલું જ નહીં, નેપાળના 50 લાખથી વધુ લોકો અત્યાર સુધીમાં ત્રિવેણીના પવિત્ર જળમાં સ્નાન કરી ચૂક્યા છે.
આ પણ વાંચો : છાવાના ડિરેક્ટરે કાન્હોજી-ગણોજીના વંશજોની માફી માંગી, માનહાનિ કેસની ધમકી મળી