ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહેલ્થ

ભારતમાં 9 વર્ષમાં મેડિકલ કોલેજોની સંખ્યા બમણી થઈ : મનસુખ માંડવિયા

  • શિલોંગમાં યોજાયેલા ઉદ્દઘાટન કાર્યક્રમમાં મનસુખ માંડવિયાએ ભાગ લીધો
  • 2014માં MBBS બેઠકોની સંખ્યા 50 હજાર હતી તે વધીને 1.07 લાખ થઈ : માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મેઘાલયના શિલોંગમાં યોજાયેલા એક ઉદ્દઘાટન કાર્યક્રમમાં શનિવારે ભાગ લીધો હતો. આ ઉદ્દઘાટન કાર્યક્રમમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, “ભારતમાં 9 વર્ષમાં મેડિકલ કોલેજોની સંખ્યા બમણી થઈ છે. દેશમાં MBBS બેઠકોની સંખ્યા 2014માં 50,000 હતી તે વધીને હવે 1,07,000 થઈ ગઈ છે.”

 

દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યામાં થયો વધારો : મંત્રી 

શિલોંગમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા નોર્થ ઈસ્ટર્ન ઈન્દિરા ગાંધી રિજનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સ (NEIGRIHMS) ખાતેના પ્રાદેશિક કેન્સર કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જયાં ઉદ્દઘાટન કાર્યક્રમમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, “છેલ્લા નવ વર્ષમાં દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા બમણી થઈ છે અને સરકાર દેશના દરેક જિલ્લામાં એક ક્રિટિકલ કેર યુનિટ બનાવી રહી છે. સમગ્ર ભારતમાં કુલ 1,70,000 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. NEIGRIHMS ખાતેની નવી સુવિધાઓ ઉત્તરપૂર્વના લોકોને ખૂબ જ જરૂરી આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડશે. કેન્દ્ર સરકાર આ પ્રદેશમાં સ્વાસ્થ્ય માળખાને સુધારવા માટે પ્રતિબદ્ધ છે”

 

 

મંત્રી દ્વારા વિવિધ મેડિકલ સુવિધાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો  

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શિલોંગમાં NEIGRIHMS ખાતેના પ્રાદેશિક કેન્સર કેન્દ્રના ઉદ્ઘાટનની સાથે-સાથે નવી અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજની નવી ઇમારત, આઠ મોડ્યુલર ઓપરેશન થિયેટર અને અન્ય સુવિધાઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું તેમજ તેમણે NEIGRIHMS ખાતે 150 બેડના ક્રિટિકલ કેર બ્લોક માટે શિલાન્યાસ પણ કર્યો હતો.

 

આ પણ વાંચો :આખરે નવ દિવસ જ કેમ ઉજવવામાં આવે છે નવરાત્રિ, જાણો તેની પાછળનું કારણ

Back to top button