- હજુ પણ 15 આરોપીઓ પોલીસ પકડથી દુર
- આ મામલાની તપાસ માટે 19 અધિકારીઓ
- ડમી વ્યક્તિને બેસાડી પરીક્ષાઓ અપાવતા
ભાવનગર ડમીકાંડમાં આરોપીઓનો આંકડો વધ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 43 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. તેમજ ડમીકાંડમાં હજુ પણ 15 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. તથા રવિવારે વધુ એક આરોપીને ઝડપી લેવાયો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં નર્સનો આંકડો જાણી રહેશો દંગ
હજુ પણ 15 આરોપીઓ પોલીસ પકડથી દુર
ડમીકાંડમાં 19 અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે. ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં રવિવારે વધુ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ પ્રકરણમાં FIRમાં નામ છે તે ભાવેશ રમેશ જેઠવા નામના શખ્સને ભાવનગર પોલીસ પકડી પાડ્યો છે. અત્યાર સુધીમાં ડમી ઉમેદવાર કાંડમાં 43 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે ફરિયાદ મુજબ હજુ પણ 15 આરોપીઓ પોલીસ પકડથી દુર છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હવે સરકારી રાહે ક્યારેય ‘કૃત્રિમ વરસાદ’ પડશે નહીં
આ મામલાની તપાસ માટે 19 અધિકારીઓ
ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ મામલાની તપાસ માટે 19 અધિકારીઓ અને કર્મચારીઓની એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. જેમાં 1 પીઆઈ, 8 પીએસઆઈ, LCB, SOG અને પેરોલ ફર્લો સ્ક્વોડના માણસો સાથેની એક ટીમ રચવામાં આવી છે. જે ડમી કાંડ મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ: કબૂતરબાજી કેસમાં PI ડી.ડી.શિમ્પી સામે ચોંકાવનારા આક્ષેપ
ડમી વ્યક્તિને બેસાડી પરીક્ષાઓ અપાવતા
આરોપીઓ પોતાના ફાયદા માટે એકબીજાના મેળાપીપણામાં વર્ષ 2012થી 2023 દરમિયાન ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ અને સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બેસનારા ઉમેદવારોની હોલ ટિકિટ અને આધારકાર્ડ ઉપરના ફોટોગ્રાફ લેપટોપના માધ્યમથી ચેડા કરી તેની જગ્યાએ ડમી વ્યક્તિને બેસાડી પરીક્ષાઓ અપાવતા હતા.