મનોરંજનવર્લ્ડ

એક સમયે બોડી શેમનો શિકાર થયેલી એક્ટ્રેસ હિલેરી ડફનું ન્યૂડ ફોટોશૂટ, ટ્રોલ કરનારાઓને આપ્યો ચોટદાર જવાબ

Text To Speech

અમેરિકન એક્ટ્રેસ હિલેરી ડફ વીમેન્સ હેલ્થ મેગેઝીન કવર માટે ન્યૂડ ફોટોશૂટ કરીને ચર્ચામાં છવાઈ ગઈ છે. આ મેગેઝીનના કવરમાં હિલેરી પોતાની પરફેક્ટ ટોન્ડ બોડી અને ટેટૂને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. How I met your father ફેમ એક્ટ્રેસે આ મેગેજીનના ફોટોશૂટની સાથે જ બોડી ઈમેજ ઈશ્યૂઝ પર પણ વાત કરી છે. તેમને ઈન્સ્ટાગ્રામ પર આ ફોટોઝ શેર કરીને એક નોટ પણ લખી છે.

ટ્રોલ કરનારાઓને આપ્યો ચોટદાર જવાબ
હિલેરીએ કહ્યું કે- “અનેર વાર મને મારા બોડી વિશે અનેક વાતો સાંભળવા મળી છે. જેનો જવાબ મેં આ ફોટોશૂટથી આપ્યો છે. મારા કરિયરના કારણે…હું તેમાં પોતાની કોઈ મદદ નહોતી કરી શકતી, આવી બનવા સિવાય…હું કેમેરા પર હતી અને અભિનેત્રીઓ પાતળી હોય છે.”

મને મારા શરીરથી પ્રેમ છેઃ હિલેરી
અભિનેત્રી હિલેરી 3 બાળકોની માતા છે અને પોતાના શરીરને લઈને ખૂબ જ સહજતા અનુભવે છે. તે કહે છે કે, મને મારા શરીરથી પ્રેમ છે અને મને ગર્વ છે કે મેં 3 બાળકોને જન્મ આપ્યો છે. હું હવે એક એવા મુકામ પર પહોંચી ચુકી છું જ્યારે મને મારા શરીરથી કોઈ સમસ્યા નથી. હિલેરીએ કહ્યું કે ફોટોશૂટ થતા પહેલા મેકઅપ આર્ટિસ્ટે મારા આખા શરીરને ગ્લો કરાવ્યું અને મને સારા પોઝ દેવામાં મદદ કરી.

ત્રણ બાળકોની છે માતા
હિલેરીના ત્રણ બાળકો છે. જેના નામ લ્યુકા, બેંક્સ અને મે છે. તેણે કહ્યું કે મારા શરીરના આ સફરમાં માતા બનવાનું મહત્વનું રહ્યું. તેણે કહ્યું કે, મને એવી ખબર નહોતી કે છૂટાછેડા બાદ મને વધુ એક બાળકને જન્મ આપવાનો મોકો મળશે. બીજી વાર માતા બન્યા બાદ હું મારા શરીર સાથે સહજ થઈ. આ અનેક વસ્તુઓનો સંગમ હતો. સેટલ થવાનો, હું મજબૂત છે તેનો એહસાસ કરવાનો અને સ્માર્ટ છું તેનો પણ.

અભિનેત્રી હિલેરી 3 બાળકોની માતા છે અને પોતાના શરીરને લઈને ખૂબ જ સહજતા અનુભવે છે. તે કહે છે કે, મને મારા શરીરથી પ્રેમ છે અને મને ગર્વ છે કે મેં 3 બાળકોને જન્મ આપ્યો છે.
Back to top button