એજ્યુકેશનટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

NEET UG 2024ના પરિણામ મુદ્દે થયેલા વિવાદ પર NTAની સ્પષ્ટતા, જાણો શું કહ્યું

  • NTA એક પારદર્શક સંસ્થા છે અને અમે તમામ પડકારોનો સામનો કરીએ છીએ: સુબોધ કુમાર સિંહ

નવી દિલ્હી, 8 જૂન: શિક્ષણ મંત્રાલયે NEET UG પરિણામ પર ઊભા થયેલા વિવાદ મુદ્દે આજે શનિવારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)ના ડીજી સુબોધ કુમાર સિંહે જણાવ્યું હતું કે,”અમે આ પરીક્ષા 4700 કેન્દ્રો પર આયોજિત કરી હતી. અમે 4 જૂને પરિણામ જાહેર કર્યું હતું. NTA એક પારદર્શક સંસ્થા છે અને અમે તમામ પડકારોનો સામનો કરીએ છીએ. પ્રશ્નો વધારે માર્ક્સ અને ટોપર્સ પર કરવામાં આવી રહ્યા છે… આ સૌથી મોટી પરીક્ષા છે, 24 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. જેમાં 1600 ઉમેદવારો એવા હતા જેમણે ખોટા પેપર મેળવ્યા હતા અને તેમને પૂરો સમય મળ્યો ન હતો. ઘણી જગ્યાએ એવું બન્યું કે વિદ્યાર્થીઓને પૂરો સમય ન મળ્યો. આવા ઘણા ઉમેદવારોએ હાઈકોર્ટમાં જઈને તેમના સમયનો વેડફાટ કરવા બદલ વળતરની માગણી કરી હતી.

 

 

મામલો માત્ર 6 કેન્દ્રો અને 1600 બાળકોનો છે: NTA ડાયરેક્ટર 

NTAના ડાયરેક્ટર જનરલ (DG)એ કહ્યું, “એક સમિતિની રચના કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે, સમયનો વ્યય થયો છે, જેના પછી તેમના નંબર વધારી દેવામાં આવ્યા. મીડિયામાં સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે 719-718 કેવી રીતે આવ્યા, અમે આ બધું તપાસ્યું છે. સમગ્ર દેશમાં થયું નથી, માત્ર થોડાક સેન્ટરોમાં જ આવું થયું છે, જેનાથી 1600 વિદ્યાર્થી અસરગ્રસ્ત થયા છે. અમે તેની તપાસ કરી રહ્યા છીએ. એક સમિતિની રચના કરવામાં આવી છે જે જોશે કે આ 1600 વિદ્યાર્થીઓમાંથી જેમનો સમય વ્યય થયો છે તેઓ 6 કેન્દ્રોના છે. આ સમિતિની રચના UPSCના પૂર્વ અધ્યક્ષ અને અન્ય સભ્યોની અધ્યક્ષતામાં કરવામાં આવી છે. અમે એક અઠવાડિયામાં તેમની ભલામણો મેળવીશું. આ મામલો માત્ર 6 કેન્દ્રો અને 1600 વિદ્યાર્થીઓનો છે.”

 

 

શું NEETની ફરીથી પરીક્ષા થશે?

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, NTA ડાયરેક્ટરે કહ્યું હતું કે, “જો સમિતિને લાગે છે કે પુનઃપરીક્ષા થવી જોઈએ, તો અમે તેનું સંચાલન કરીશું.” હકીકતમાં, આ વર્ષે NEET UG પરિણામ જાહેર થયા બાદ વિવાદ શરૂ થઈ ગયો હતો. આ વખતે એક નહીં, બે નહીં પરંતુ 67 વિદ્યાર્થીઓએ 720 માર્ક્સ મેળવીને ટોપર્સની યાદીમાં પોતાનું નામ સામેલ કર્યું હતું. જેથી જે વિદ્યાર્થીઓએ 718 અને 719 માર્કસ મેળવ્યા હતા, તેમના વિશે પ્રશ્નો ઊભા થયા હતા.

આ પણ જુઓ: NEET UGમાં ગરબડ! NTAએ હાથ ઊંચા કરી દેતા ઉમેદવારોએ SCના દરવાજા ખખડાવ્યા

Back to top button