અમદાવાદ, 12 જુલાઈ 2024, 28મી જૂને રાજ્ય સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલીત 13 મેડિકલ કોલેજની ફીસમાં વધારો કરી દેતા અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં NSUI દ્વારા કોલેજના ડીનને ફી વધારો પાછો ખેંચવા માટે લેખિતમાં આવેદન આપીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ગત તારીખ 28મી જૂને રાજ્ય સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલીત 13 મેડિકલ કોલેજની ફીમાં રાતોરાત વધારો કરી દીધો હતો.
13 મેડિકલ કોલેજની ફીમાં રાતોરાત વધારો કરી દીધો હતો
NSUI અમદાવાદ શહેર પ્રમુખ તિલકરામ તિવારીએ ફી વધારા મુદ્દે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના વિધાર્થીઓને ઉંચી કી ચૂકવી અભ્યાસ અર્થે રાજ્ય બહાર જવું ના પડે તે હેતુથી સરકારે 2010માં અંદાજે 8,500 કરોડનાં કેપીટલ ખર્ચે 13 જિલ્લામાં MBBS તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે GMERS મેડિકલ કોલેજ શરૂ કરી હતી. ગત તારીખ 28મી જૂને રાજ્ય સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલીત 13 મેડિકલ કોલેજની ફીમાં રાતોરાત વધારો કરી દીધો હતો.
સરકારી કોટાની વાર્ષીક ફી 3.30 લાખથી વધારી 5.50 લાખ કરી
આ ફ્રી વધારામાં GMERS મેડિકલ કોલેજના સરકારી કોટાની વાર્ષીક ફી 3.30 લાખથી વધારી 5.50 લાખ કરી, જ્યારે મેનેજમેન્ટ કોટાની વાર્ષીક ફીસ 9.75 લાખથી વધારી 17 લાખ કરી હતી તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષીક ફીસ 22 હજાર યુ.એસ. ડોલરથી વધારી 25 હજાર ડોલર તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો છે. આ સંદર્ભે NSUI પ્રમુખ દ્વારા આક્ષેપ કરીને જણાવ્યું હતું કે, સરકારના પ્રતિનિધિ દ્વારા એવા જવાબ આપવામાં આવે છે કે ગયા વર્ષે GMERS સંચાલિત 13 મેડિકલ કોલેજો તથા સંલગ્ન 14 હોસ્પિટલો ચલાવવાનો વાર્ષિક ખર્ચ આશરે 1,168 કરોડ થયો હતો. જેની સામે GMERS મેડિકલ કોલેજને ફીની આવક 423.74 કરોડ થઈ હતી. જેથી સરકારને નુકશાન થાય છે આવું તેમણે લાગી રહ્યું છે.
આનાથી ઓછી ફીમાં પાડોશી રાજ્યમાં MBBSનો અભ્યાસ થઈ શકે
જેના લીધે આ નુકશાનની ભરપાઈ કરવા માટે વિધાર્થીઓ પાસેથી ફી વધારો કરી નુકસાન ભરપાઈ કરવા માંગે છે. અમારા મતે આ નુકસાન નહીં પરંતુ ભવિષ્યની પેઢીનું નિર્માણ છે. આ ફી વધારો એટલો બધો છે કે આનાથી ઓછી ફીમાં પાડોશી રાજ્યમાં સમગ્ર MBBSનો અભ્યાસ થઈ શકે.આ અંગે સોલા ખાતે આવેલા GMERS મેડિકલ સેન્ટરના દિન ડો. પ્રકાશ મહેતાને NSUI એ અપીલ કરતા કહ્યું હતું કે ગરીબો અને મધ્યમ વર્ગના વિધાર્થીઓ પણ ડોક્ટર બની શકે તે માટે રજુઆત કરીએ છીએ કે આ તોતિંગ ફી “ધારો રદ કરો અને ગત વર્ષ જેટલી જ ફી રાખવા મહેરબાની કરો.
આ પણ વાંચોઃઅમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલમાં ACમાં બ્લાસ્ટ થતાં આગ લાગી, સ્કૂલે કહ્યું મોકડ્રીલ હતી