ગુજરાતચૂંટણી 2022
રાજકોટમાં ઈ-મેમોના વિરોધમાં NSUI-કોંગ્રેસનું સહી ઝુંબેશ
રાજકોટ શહેર પોલીસ દ્વારા ઈ-મેમોને લઇ કડકાઈ કરવામાં આવતા લોકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ અને NSUI મેદાને આવ્યું છે અને 150 કરોડથી વધુ રકમના પેન્ડિંગ ઈ-મેમો માફ કરવા માટે અભિયાન શરૂ કરાયું છે. આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે ‘સહી ઝુંબેશ અભિયાન’ હાથ ધરાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપરાંત વકીલો પણ જોડાયા હતા.
લોકોએ સહી કરી સમર્થન આપ્યું, વિરોધ પ્રદર્શન કરતા 15થી વધુની અટકાયત
જિલ્લા પંચાયત ચોક ખાતે બોજમુક્ત રાજકોટ કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં NSUIના કાર્યકરો ચોકમાં પ્લે કાર્ડમાં ‘ઈ-મેમો’ માફ કરાવવા માટે વાહનચાલકોને અભિયાનમાં જોડાવોના અપીલ કરતા સ્લોગન સાથે ઉભા રહી નામ, નંબર અને સહી કરાવી હતી. મોટી સંખ્યામાં લોકોએ સહી કરી સમર્થન આપ્યું હતું. આ સહી ઝુંબેશમાં કોંગ્રેસના પુર્વ પ્રમુખ અશોક ડાંગર, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરીયા,વિપક્ષનેતા ભાનુબેન સોરાણી, NSUI જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત સહીતનાં જોડાયા હતા. જ્યારે કે, પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા 15થી વધુની અટકાયત કરવામાં આવી હતી.