બિઝનેસ

NSEએ ડેરિવેટિવ્સ માટે ટ્રેડિંગનો સમય વધાર્યો, જાણો ક્યારે લાગુ થશે?

Text To Speech

દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ ‘નેશનલ સ્ટોક એક્સચેન્જ’ (NSE)એ ઈન્ટરસ્ટ રેટ ડેરિવેટિવ્સ માટે વેપારનો સમય વધારીને સાંજે 5 વાગ્યા સુધી કર્યો છે. અને આ નવો ફેરફાર 23 ફેબ્રુઆરીથી એટલે કે આવતી કાલથી લાગુ થશે.

NSEએ ડેરિવેટિવ્સ માટે ટ્રેડિંગનો સમય વધાર્યો

NSEએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીની એક્સપાયરી ડેટવાળા ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્સના કોન્ટ્રાક્ટ હવે 23 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યાથી ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેશે. આ સિવાય અન્ય કોઈપણ વ્યાજ દર ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટનો ટ્રેડિંગ સમય વધારવામાં આવ્યો નથી.હાલમાં, સ્ટોક એક્સચેન્જમાં આ કોન્ટ્રાક્ટનો ટ્રેડિંગ સમય સવારે 9 થી સાંજના 3:30 વાગ્યા સુધીનો છે.

NSE-humdekhengenews

NSEએ એક સર્ક્યુલર કર્યું જાહેર

NSEએ એક સર્ક્યુલર જાહેર કર્યું છે. જેમાં NSEએ કહ્યું કે આ પગલાનો હેતુ અંડરલાઈંગ માર્કેટને સમય સાથે મિલાવવાનો છે. બજાર નિયામક સેબી(SEBI)દ્વારા વર્ષ 2018માં સમય વધારવા માટેનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું.

અન્ય કોઈપણ ઈન્ટરસ્ટ રેટ ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટનો ટ્રેડિંગ સમય વધારાયો નથી

પ્રાપ્ત અહેવાલ મુજબ, NSEએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી એક્સપાયરી ડેટવાળા ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્સના કોન્ટ્રાક્ટ હવે 23 ફેબ્રુઆરીથી સાંજે 5 વાગ્યા સુધી ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેશે. આ સિવાય અન્ય કોઈપણ વ્યાજ દર ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટનો ટ્રેડિંગ સમય વધારવામાં આવ્યો નથી.એટલે કે, 23 ફેબ્રુઆરી, 2023 પછી સમાપ્ત થતા તમામ હાલના કોન્ટ્રાક્ટ્સ અને તે પછી રજૂ કરાયેલા તમામ નવા કોન્ટ્રાક્ટ પણ સમાપ્તિના દિવસે સાંજે 5 વાગ્યા સુધી ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેશે. તેમજ અહેવાલ અનુસાર અન્ય કોઈ ઈન્ટરસ્ટ રેટ ડેરિવેટિવ્સવાળા કોન્ટ્રાક્ટનું ટ્રેડિંગ ટાઈમ વધારાયું નથી તેમજ સેટલમેન્ટની ફાઈનલ કિંમતના કેલ્ક્યૂલેશનની સિસ્ટમમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી.

આ પણ વાંચો : કેન્દ્રિય ગૃહવિભાગ દ્વારા અભય ચુડાસમાને શ્રેષ્ઠ કામગીરી બદલ અપાશે ખાસ એવોર્ડ

Back to top button