લોકસભાની ચૂંટણી માટે 11 દેશના NRI અને 7 રાજ્યોના ગુજરાતી અમદાવાદ આવ્યા
- વિદેશમાંથી લોકો લોકસભાની ચૂંટણીનો ઉત્સવ માનવવા ગુજરાત આવ્યા
- ભાજપને સપોર્ટ કરી વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યા છે
- 100થી વધુ કારોના કાફલા દ્વારા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરવામાં આવ્યો
લોકસભાની ચૂંટણી માટે 11 દેશ અને 7 રાજ્યોના ગુજરાતી NRI અમદાવાદ આવ્યા છે. જેમાં NRI ગુજરાતીઓએ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું છે. ત્યારે ભાજપના સમર્થનમાં NRI ગુજરાતીઓનો ચૂંટણી પ્રચાર શરૂ થયો છે. તેમાં NRI ગુજરાતીઓનો કાર રેલી સાથે ચૂંટણી પ્રચાર થતા ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જામ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: સુરતના માથાભારે સજ્જુ કોઠારીની EDએ મિલક્ત જપ્ત કરતા હવે ITના દરોડા
વિદેશમાંથી લોકો લોકસભાની ચૂંટણીનો ઉત્સવ માનવવા ગુજરાત આવ્યા
ભારતમાં સૌપ્રથમ વખત આ પ્રકારની કાર રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 100થી વધુ કાર રેલીમાં જોડાઇ છે. વિવિધ દેશ જેવા કે અમેરિકા, દુબઈ,ઓસ્ટ્રેલિયા,ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાંથી લોકો લોકસભાની ચૂંટણીનો ઉત્સવ માનવવા ગુજરાત આવ્યા છે. જેમાં ભાજપને સપોર્ટ કરી વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યાં છે.
100થી વધુ કારોના કાફલા દ્વારા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરવામાં આવ્યો
100થી વધુ કારોના કાફલા દ્વારા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ભાજપના સમર્થનમાં NRI ગુજરાતીઓનો ચૂંટણી પ્રચાર શરૂ થયો છે. 11 દેશ અને 7 રાજ્યોના લોકો અમદાવાદ આવ્યા છે. NRI ગુજરાતીઓનો કાર રેલી સાથે ચૂંટણી પ્રચાર શરૂ થયો છે. જેમાં અમદાવાદથી સુરત સુધી કાર રેલી યોજાઈ છે. અમેરિકા, દુબઈ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડના NRI દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. તેમાં વિદેશથી આવેલા ગુજરાતીઓ ચૂંટણી પ્રચાર કરશે. જેમાં ભાજપના સમર્થનમાં વિદેશમાં વસતા ગુજરાતીઓ આવ્યા છે. તેમાં 11 દેશ અને સાત રાજ્યના લોકો અમદાવાદ આવ્યા છે. અમદાવાદથી સુરત સુધી કાર રેલી સાથે પ્રચારનું આયોજન થયુ છે.