ચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાતની ચૂંટણીમાં NRIનો રસ વધ્યો, 2000 જેટલાં લોકો પ્રચાર માટે તો 1 લાખ મતદારો USથી આવશે

Text To Speech

અમદાવાદઃ ગુજરાત ચૂંટણીનો માહોલ માત્ર ગુજરાત જ પૂરતો જ સીમિત નથી, પરંતુ દેશના સીમાડા વટાવીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી ગયો છે. દેશના વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગુજરાત ગૃહરાજ્ય છે તેથી રાષ્ટ્રીય અને રાજકીય કક્ષાએ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આગવું મહત્વ છે. હવે દેશ-વિદેશમાં ભારતનો અને ભારતની પ્રજાનો વધતો પ્રભાવ NRIને પણ સ્થાનિક ચૂંટણીમાં રસ દાખવતા કર્યા છે.

વાંચોઃ ગુજરાતમાં કોંગ્રેસનો ખેલ કોણ બગાડી શકે છે, શું આ ગણિતને યોગ્ય કરવામાં રાહુલને સફળતા મળશે?

ભાજપ સમર્થક ગ્રૂપના સભ્યો ભારત ભણી
ગુજરાત વિધાનસભામાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણીમાં કોણ-કોની સામે ટકરાશે તે હવે સ્પષ્ટ થઈ ગયું છે. રાજકીય પાર્ટીઓ, આગેવાનો અને કાર્યકરો જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ચૂંટણીમાં જીતની રણનીતિમાં માહેર અને એક-એક વોટનું મહત્વ જાણતી ભાજપની નેતાગીરીએ NRI વોટ માટે પણ આયોજનબદ્ધ કવાયત હાથ ધરી છે. વિદેશમાં ભાજપ વિચારધારાનો વિસ્તાર અને સમર્થન કરતું ઓવરસીસ ફ્રેન્ડસ ઓફ બીજેપી સંગઠન કાર્યરત છે. આ સંગઠનના સભ્યો અને સમર્થકો હાલ ચૂંટણી માટે ગુજરાત આવી રહ્યા છે. વળી આ ચૂંટણી ડિસેમ્બરમાં થવાની હોવાથી અમેરિકાથી આશરે 1 લાખથી વધુ વોટર્સ ભારત મતદાન કરવા આવશે તેવા પણ અહેવાલ છે.

વાંચોઃ ગુજરાતની ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી 9% કરતા પણ ઓછી, 1962થી અત્યાર સુધીમાં માત્ર 111 મહિલાઓ જ MLA બની

2000થી વધુ લોકો પ્રચાર કરશે, લગભગ 1 લાખ NRI મતદાન કરશે
અમેરિકાના લોસ એન્જલસના અગ્રણી ઉદ્યોગકારે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની આ ચૂંટણીમાં તેઓ અને તેમના ગ્રૂપના સભ્યો દક્ષિણ ગુજરાત અને ચરોતર પ્રદેશમાં પ્રચાર અર્થે આવવાના છે. તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીના PM બન્યા બાદ વિદેશમાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓનો પ્રભાવ ખૂબ વધ્યો છે. વિદેશમાં ભારતીયોનો વેપાર કરવો પણ સરળ બન્યો છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બની છે. તેમજ વ્યાપાર ઉધોગ સહિત ગ્રામ્ય કક્ષાએ પણ થયેલા વિકાસ અભૂતપૂર્વ જણાઈ રહ્યો છે. અમે 2000થી વધુ લોકો આવતા અઠવાડિયે ગુજરાત પ્રચાર અર્થે આવવાના છે. તેમજ એક લાખથી વધુ ગુજરાતીઓ ચૂંટણી પહેલા પોતાના વતન પહોંચી વોટ કરશે.

Back to top button