બિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

હવે ટ્વિટ જોતા તમારુ ખિસ્સું ખાલી થશે, જાણો ટ્વિટરના નવા નિયમ

Text To Speech

ડેટા ચોરી ઘટાડવા માટે એલોન મસ્કે ટ્વિટરના નિયમોમાં કર્યા ફેરફાર.

  • બ્લુ ટિક યુઝર્સ એક દિવસમાં 10,000 ટ્વીટ્સ જોઈ શકશે.
  • અનવેરિફાઈડ યુઝર્સ માત્ર 1,000 ટ્વીટ્સ જ જોઈ શકશે.
  • નવા ઉમેરાયેલા અનવેરિફાઈડ યુઝર્સ એક દિવસમાં માત્ર 500 ટ્વીટ જ જોઈ શકશે.

ટ્વિટર સંભાળ્યા બાદથી મસ્કે તેમાં ઘણા ફેરફારો કર્યા છે. આપણે સૌ કોઈ હવે આ પ્લેટફોર્મ પર કંઈક નવું જોવા માટે તૈયાર રહીએ છીએ. તાજેતરમાં જ મસ્કે પ્લેટફોર્મ પર વાંચવાની મર્યાદા પર નિયમો લાવી દીધી છે. જેને અંતર્ગત બ્લુ ટિક યુઝર્સ એક દિવસમાં 10,000 ટ્વીટ્સ, અનવેરિફાઈડ યુઝર્સ માત્ર 1,000 ટ્વીટ્સ અને નવા ઉમેરાયેલા અનવેરિફાઈડ યુઝર્સ એક દિવસમાં માત્ર 500 ટ્વીટ જોઈ શકશે. આ ઉપરાંત જે લોકોનું ટ્વિટર પર એકાઉન્ટ નથી તેઓ હવે પ્લેટફોર્મથી સંબંધિત કંઈ પણ એક્સેસ કરી શકશે નહીં.

ડેટા ચોરી ઘટાડવા માટે મસ્કે આ પગલું ભર્યું છે. અત્યાર સુધી ટ્વિટર એક ઓપન પ્લેટફોર્મ હતું, જેના કારણે કોઈ પણ તેના ડેટાને એક્સેસ કરી શકતું હતું અને તેને ગમે ત્યાં વાપરી શકતું હતું. AI ટૂલ્સ આવ્યા બાદ પ્લેટફોર્મ પર ડેટાની ચોરીમાં વધુ વધારો થયો હતો. ત્યાર બાદ મસ્કએ આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: આખરે તંત્ર જાગ્યુ: આરોગ્ય મંત્રીએ અમદાવાદમાં વરસાદના પાણીના નિકાલ માટે બેઠક બોલાવી

Back to top button