હવે ઓછા બજેટમાં અને કોઈ પણ સીઝનમાં લઈ શકશો લેહની મુલાકાત
- હવે ટૂંક સમયમાં લોકો આખું વર્ષ બાય રોડ લેહની મુલાકાત લઈ શકશે. કોઈને ફ્લાઈટમાં જવાની ફરજ નહીં પડે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) અહીં વિશ્વની સૌથી ઊંચી ટનલ બનાવી રહ્યું છે
ઉનાળાની રજાઓમાં ઘણા લોકો પિકનિક માટે લેહ-લદ્દાખ જતા હોય છે. જોકે કેટલાક લોકો એવા છે જે શિયાળાની ઋતુમાં પણ ત્યાં જવા ઈચ્છે છે, પરંતુ ઠંડીની સીઝનમાં ફ્લાઈટ એજ એકમાત્ર વિકલ્પ હોય છે, કેમકે શિયાળામાં તે રોડ બંધ થઈ જાય છે. આ કારણે લોકોએ ફ્લાઈટમાં વધુ ભાડું ખર્ચવું પડે છે. હવે ટૂંક સમયમાં લોકો આખું વર્ષ બાય રોડ લેહની મુલાકાત લઈ શકશે. કોઈને ફ્લાઈટમાં જવાની ફરજ નહીં પડે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) અહીં વિશ્વની સૌથી ઊંચી ટનલ બનાવી રહ્યું છે. ત્યારબાદ તે ઓલ વેધર કનેક્ટિવિટી જઈ જશે. જ્યારે મન થાય ત્યારે ગાડીનો સેલ સ્ટાર્ટ કરીને લેહ-લદ્દાખ જઈ શકશો.
અત્યારે લેહમાં બે રસ્તા છે, પરંતુ બંને ઓલ-વેધર નથી. જ્યારે શિયાળામાં હિમવર્ષા થાય છે, ત્યારે આ બંને રસ્તાઓ બંધ થઈ જાય છે અને લેહ-લદ્દાખનો સમગ્ર દેશના રસ્તાઓ સાથેનો સંપર્ક કપાઈ જાય છે. અહીં પહોંચવાનો એકમાત્ર રસ્તો ફ્લાઈટ બની જાય છે, પરંતુ હવે આ સમસ્યા વધુ સમય ચાલવાની નથી.
બીઆરઓ અહીં દુનિયાની સૌથી ઊંચી શિંકુલા ટનલ બનાવી રહ્યું છે. આ માટે આ માટે સ્વીકૃતિપત્ર પણ જારી કરી દેવાયો છે. નિર્માણ કંપનીને તમામ પ્રકારના ક્લિયરન્સ મળી ગયા છે. હવે નિર્માણ કાર્ય શરૂ કરી શકાય છે. બીઆરઓના જણાવ્યા અનુસાર નિમ્મૂ-પદમ-દારચા માર્ગ પર માત્ર એક જ શિંકુલા પાસ પડે છે, જે અટલ નિર્માણ બાદ ઓલવેધર બની જશે. લેહને કનેક્ટ કરવા માટે 298 કિમીં. રોજ આ વર્ષે એપ્રિલમાં બનાવવામાં આવ્યો હતો. તેમાં 170 કિમી. રોડ પર બિટૂમેન લગાવાઈ ચૂક્યા છે. ટનલ બન્યા પછી તરત જ લેહ આખા દેશ સાથે હંમેશ માટે રોડ દ્વારા જોડાઈ જશે.
આ ફાયદો થશે
શિકુંલા ટનલ 4.1 કિમી લાંબી હશે. તે સામરિક દ્રષ્ટિથી મહત્ત્વપૂર્ણ હશે અને ચીન સીમા સુધી ભારતીય સેનાની પહોંચ સરળ બનશે. આ સાથે જંસ્કારના 36 ગામડાઓ અને લાહોરના 137 ગામડાઓ રસ્તા સુધી જોડાઈ જશે. મનાલી-કારગિલ અને મનાલી-લેહ માર્ગની વચ્ચે 12 મહિના સેના સાથે સામાન્ય લોકો અને પર્યટક વાહન પણ અવર જવર કરી શકશે. મનાલી-લેહ અને મનાલી-કારગિલની વચ્ચે લગભગ 100 કિલોમીટરનું અંતર ઘટી જશે.
આ પણ વાંચોઃ ચારધામ જતા યાત્રિકો માટે એલર્ટ: જાણો શું છે નવી માર્ગદર્શિકા