આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટી
હવે માલદીવમાં પણ રૂપે કાર્ડથી કરી શકાશે પેમેન્ટ, મોદી – મુઇઝ્ઝુ પ્રથમ વ્યવહારના બન્યા સાક્ષી
નવી દિલ્હી, તા. 7 ઓક્ટોબરઃ ભારતના રૂપે કાર્ડથી હવે માલદીવમાં પણ પેમેન્ટ કરી શકાશે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ હાલ ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે તેઓ અને ભારતના પ્રધાનમંત્રી રૂપેકાર્ડના પ્રથમ વ્યવહારના સાક્ષી બન્યા હતા. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, થોડા દિવસ પહેલા માલદીવમાં રૂપે કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં ભારત અને માલદીવ યુપીઆઈથી જોડાઈ જશે.
#WATCH | Delhi: RuPay card payments introduced in Maldives. Prime Minister Narendra Modi and Maldives President Mohamed Muizzu witness the first such transaction. pic.twitter.com/zuYbuFAsVL
— ANI (@ANI) October 7, 2024
રૂપે કાર્ડની શું છે વિશેષતા
- RuPay એ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા લોન્ચ કરવામાં આવેલું એક સ્થાનિક પ્લાસ્ટિક કાર્ડ છે. તેનો ઉદ્દેશ્ય દેશમાં પેમેન્ટ સિસ્ટમને એકીકૃત કરવાનો છે.
- દેશની તમામ મોટી બેંકો RuPay ડેબિટ કાર્ડ જારી કરે છે. ખાસ કરીને પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા તમામ ખાતાઓ માટે રુપે કાર્ડ જારી કરવામાં આવ્યા છે.
- તે અન્ય કાર્ડ્સની જેમ જ છે અને તમામ ભારતીય બેંકો, ATM, POS ટર્મિનલ્સ અથવા ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર સરળતાથી સ્વીકારવામાં આવે છે.
- RuPay કાર્ડ્સમાં ટ્રાન્ઝેક્શન ખર્ચ ઓછો હોય છે અને ઝડપી પ્રોસેસિંગ હોય છે.
- RuPay ગ્લોબલ કાર્ડ્સ 5 વેરિઅન્ટમાં જારી કરવામાં આવે છે. RuPay ક્લાસિક ડેબિટ કાર્ડ, RuPay ક્લાસિક ક્રેડિટ કાર્ડ, RuPay પ્લેટિનમ ડેબિટ કાર્ડ, RuPay પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ અને RuPay સિલેક્ટ ક્રેડિટ કાર્ડ.
- રૂપે સિલેક્ટ ક્રેડિટ કાર્ડ અને રુપે પ્લેટિનમ ડેબિટ કાર્ડમાં ઘણી સુવિધાઓ અલગથી આપવામાં આવે છે. 10 લાખ રૂપિયાના વ્યક્તિગત અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે.
- વિદેશમાં કાર્ડનો ઉપયોગ કરવા પર ATM પર 5 ટકા કેશબેક અને POS પર 10 ટકા કેશબેક આપવામાં આવે છે.
- વિશ્વભરના 700 થી વધુ લાઉન્જ અને ભારતમાં 30 થી વધુ લાઉન્જમાં મફત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય લાઉન્જ એક્સેસ મળે છે
- રેસ્ટોરન્ટ્સ, ફ્યુઅલ સ્ટેશન અને યુટિલિટી બિલ પર ચૂકવણી કરવા પર કેશબેક ઑફર્સ આખા વર્ષ દરમિયાન ઉપલબ્ધ છે.
- 2 લાખ રૂપિયાના વ્યક્તિગત અકસ્માત વીમા કવચની ઓફર કરે છે.
આ પણ વાંચોઃ ICUમાં દાખલ હોવાની વાતને રતન ટાટાએ આપ્યો રદીયો, કહી આ વાત