ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

ગુજરાતમાં હવે કાપડની બેગ ATM મશીનમાંથી મેળવી શકશો, જાણો અહીં

Text To Speech

ગાંધીનગર, 3 જુલાઈઃ આજ રોજ ૦૩ જુલાઇ “આંતરરાસ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી” દિવસ તરીકે ઉજવવમાં આવે છે. તે અન્વેય ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ ઓછો થાય તથા કાપડની બેગનો ઉપયોગ વધે તે હેતુથી રાધેક્રીષ્ના મંદિર, ભાડ્જ, અમદાવાદ ખાતે માનનીય અધ્યક્ષ ગુજરાત પ્રદૂષણ નિયત્રંણ બોર્ડ તથા ગુજરાત અમ્બુજા એક્સ્પોટ્ર્ર્ર્ર્ના સહયોગથી કાપડની બેગના એટીએમ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ એટીએમ મશીનથી દસ રુપિયામાં કાપડની મોટી થેલી પ્રાપ્ત થાય છે. વધુમાં આજ રોજ મણિનગર અમદાવાદ તથા ખેડબ્રહ્મા ખાતે નાના અંબાજીમાં પણ આ પ્રકારના મશીનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે.

પ્લાસ્ટિકની બેગ - HDNews

બોર્ડ દ્વારા અગાઉ આ પ્રકારના એટીએમ મશીન અંબાજી ખાતે મૂકવામાં આવેલા છે. એટલું જ નહીં પરંતુ રાજ્યના મુખ્ય આઠ એસટી બસ સ્ટેંન્ડ ઉપર બોટલ રીવર્સ વેંન્ડિંગ મશીનો પણ મૂકવામાં આવેલા છે.

આ પ્રકારના કાપડની થેલીના એટીએમ મશીન આગામી સમયમાં સોમનાથ, દ્વારકા, શામળાજી તથા સારંગપુર હનુમાન ખાતે પણ મૂકવામાં આવનાર છે.

આ પણ વાંચોઃ મણિપુર હિંસા અંગે વડાપ્રધાન મોદી મૌન કેમ છે? જાણો આ VIDEO દ્વારા સમગ્ર હકીકત

Back to top button