નેશનલ

હવે મહિલાઓને મસ્જિદની અંદર નમાજ પઢવા જઈ શકશે, AIMPLB કોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ ગઈ કાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે મહિલાઓને મસ્જિદમાં પ્રવેશવાની અને નમાજ પઢવાની છૂટ છે. હવેથી મુસ્લિમ મહિલાઓ નમાજ પઢવા માટે મસ્જિદમાં પ્રવેશવા માટે જઈ શકે છે. હવે મુસ્લિમ મહિલાઓ મસ્જિદમાં નમાજ પઢવા જવા માંગતી હોય તો તે તેમના અધિકારનો ઉપયોગ કરી શકે છે.

મુસ્લિમ મહિલાઓને નમાજ પઢવા મસ્જિદમાં જવાની છૂટ

ગઈ કાલે AIMPLBએ કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યુ હતુ. આ એફિડેવિટ મુસ્લિમ મહિલાઓને નમાજ પઢવા માટે મસ્જિદમાં પ્રવેશવા સંબંધિત અરજીને લઈને દાખલ કરવામાં આવી છે. બોર્ડે ઇસ્લામિક ધર્મગ્રંથોનો ઉલ્લેખ કરીને કહ્યું કે મુસ્લિમ મહિલાઓને મસ્જિદોમાં પ્રવેશવા અને એકલા અથવા સામૂહિક રીતે નમાજ અદા કરવા પર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ મહિલાઓ અને પુરૂષો માટે એક જ રૂમમાં એકસાથે નમાઝ પઢવાની મનાઈ છે.

મસ્જિદમાં મહિલાઓનો પ્રવેશ-humdekhengenews

AIMPLB એ કોર્ટમાં રજૂ કર્યું એફિડેવિટ

એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે AIMPLB નિષ્ણાતોની સંસ્થા છે અને તે માત્ર ઈસ્લામના સિદ્ધાંતો પર પોતાની સલાહ આપી શકે છે. આ એફિડેવિટમાં ઇસ્લામના અનુયાયીઓનાં ધાર્મિક ગ્રંથો, સિદ્ધાંતો, ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં રાખીને એવી દલીલ કરવામાં આવે છે કે મહિલાઓને મસ્જિદમાં પ્રવેશવાની અને નમાજ પઢવાની છૂટ છે. પરંતુ તે પુરુષોની સાથે બેસી શકશે નહી. AIMPLB આ સંદર્ભમાં કોઈપણ વિપરીત ધાર્મિક અભિપ્રાય પર કોઈ પણ ચર્ચા કરવા માંગતુ નથી. વધુમાં આ એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે ઇસ્લામના સિદ્ધાંતો અનુસાર મુસ્લિમ મહિલાઓ ઘરે નમાઝ અદા કરે કે મસ્જિદમાં નમાઝ અદા કરે, તેમને સમાન ‘સવાબ’ (પુણ્ય) મળશે.

શું છે સમગ્ર મામલો?

પુણેની ફરાહ અનવર હુસૈન શેખે વર્ષ 2020માં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં ભારતની મસ્જિદોમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશ પર કથિત પ્રતિબંધને ગેરબંધારણીય ગણાવતા કોર્ટે આ અંગે નિર્દેશ માંગ્યો હતો. આ અરજી પર કોર્ટે જવાબ માંગ્યો હતો. કુરાન અને હદીસને ટાંકીને અરજીકર્તાએ કહ્યું હતું કે સ્ત્રી અને પુરૂષ વચ્ચે કોઈ ભેદ નથી. પયગંબર મુહમ્મદે પુરુષોને ખાસ કહ્યું હતું કે તેઓ તેમની પત્નીઓને મસ્જિદ જતા અટકાવે નહીં. આમ છતાં મહિલાઓને મસ્જિદ અને દરગાહમાં પ્રવેશતા રોકવામાં આવી રહ્યા છે. અરજીમાં સુપ્રીમ કોર્ટને તેની સામે આદેશ કરવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને મુસ્લિમ પક્ષકારોને નોટિસ મોકલી હતી.

આ પણ વાંચો : મનોરંજન ક્ષેત્રની આ દિગ્ગજ કંપની પણ કરશે છટણી, 7,000 કર્મચારીઓ થશે બેરોજગાર

Back to top button