હવે ફિંગરપ્રિન્ટ અને FaceIDથી ખુલશે WhatsApp, આવી રીતે યુઝ કરો નવું ફીચર
HD News Desk (અમદાવાદ), 25 એપ્રિલ: લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppનો ઉપયોગ દુનિયાભરના કરોડો યુઝર્સ કરે છે અને પર્સનલ ચેટ્સને સુરક્ષિત રાખવા માટે આમાં સતત નવા ફીચર્સ જોવા મળે છે. હવે યુઝર્સને પાસવર્ડના બદલે ફિંગરપ્રિન્ટ અથવા FaceID દ્વારા લૉગિન કરવાનો સરળ વિકલ્પ મળી રહેશે. પ્લેટફૉર્મે iOS યુઝર્સને PassKeys ફીચર રોલઆઉટ કર્યું છે. પાસ-કી ફીચર મેળવ્યા પછી, યુઝર્સે લૉગિન માટે તેમનો પાસકોડ કે કોઈ પાસવર્ડ યાદ રાખવાની જરૂર રહેશે નહીં. આ બાયોમેટ્રિક ઓળખ સાથે સરળ લોગિન ઑપ્શન આપે છે અને એપ્લિકેશન હેક થવાનો કોઈ ભય રહેશે નહીં. આ ફીચર હવે iOS યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે અને એન્ડ્રોઇડ યુઝર્સને ગયા વર્ષે ઑક્ટોબરમાં જ મળવાનું શરૂ થયું હતું.
આ કારણસર PassKeys બેસ્ટ ફીચર છે
સાયબર ક્રાઈમ અને ડેટા ચોરી જેવા કેસોને રોકવા માટે WhatsApp પ્લેટફોર્મ સતત સુધારા કરી રહ્યું છે, પરંતુ મોટાભાગની પાસવર્ડ-આધારિત સેવાઓનો પાસવર્ડ લીક થવાનો ભય રહે છે. PassKeys એક સરળ અને બહેતર વિકલ્પ છે કારણ કે તે ફિંગરપ્રિન્ટ અને FaceID જેવા વિકલ્પોનો ઉપયોગ કરે છે. આ રીતે લોગિન સમયે 6 અંકનો પાસવર્ડ દાખલ કરવો પડતો નથી અને તેને યાદ રાખવાની જરૂર નથી. PassKeys સાથે જોડાયેલો સૌથી મોટો ફાયદો એ છે કે તેને યાદ રાખવાની કોઈ ઝંઝટ નથી. આ ઉપરાંત તેનો ઉપયોગ કરવો સરળ છે અને કોઈપણ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર રહેશે નહીં. તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે મેસેજિંગ એપ પર જઈને પાસ-કી દૂર કરી શકો છો.
આવી રીતે યુઝ કરો PassKeysનું ફીચર
- સૌ પ્રથમ, WhatsApp ને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરો અને તેને ખોલો.
- આ પછી તમારે સેટિંગ્સમાં જઈને એકાઉન્ટ ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે.
- અહીં, PassKeys વિકલ્પ પર ટેપ કર્યા પછી, તમે સ્ક્રીન પર દર્શાવેલ સૂચનાઓને અનુસરીને પાસ-કી સેટ કરી શકશો.
- હવે લૉગિન કરતી વખતે તમને કોઈ પાસવર્ડ પૂછવામાં આવશે નહીં અને તમે ફિંગરપ્રિન્ટ અથવા FaceID દ્વારા જ લૉગિન કરી શકશો.
આ પણ વાંચો: Whatsappનું અત્યાર સુધીનું સૌથી મોટું ફિચર તેના ઉપયોગથી ઈન્ટરનેટની નહીં પડે જરુર