ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

હવે હું શું કરું…! ભાજપે પત્તું કાપ્યું તો હરિયાણાના પૂર્વ MLA રડવા લાગ્યા, જૂઓ વીડિયો

  • હરિયાણામાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે, 5 ઓક્ટોબરે યોજાશે ચૂંટણી

ભિવાની, 6 સપ્ટેમ્બર: હરિયાણામાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. રાજ્યમાં 5 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા ભાજપે પોતાના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. ભાજપે ઘણા જૂના નેતાઓની ટિકિટો રદ્દ કરી છે તો ઘણા નવા ચહેરાઓને પણ તક આપી છે. આ દરમિયાન ભિવાની જિલ્લાની તોશામ વિધાનસભા બેઠક પરથી પણ આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે. ભાજપે અહીં પૂર્વ ધારાસભ્ય શશીરંજન પરમારની ટિકિટ કાપી છે. તેમના સ્થાને ભાજપે કિરણ ચૌધરીની પુત્રી શ્રુતિ ચૌધરીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જેથી આ બેઠક પરથી ભાજપના પૂર્વ ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય શશીરંજન પરમારનો એક વીડિયો બહાર આવ્યો છે. જેમાં તેઓ રડતાં જોવા મળી રહ્યા છે.

જૂઓ વીડિયો

 

ટિકિટ કેન્સલ થવાથી પૂર્વ ધારાસભ્ય થયાં ભાવુક

ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થતાં શશિરંજન પરમાર ભારે ભાવુક થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં શશિરંજન પરમાર રડતા જોઈ શકાય છે. ટિકિટ વહેચણી બાદ કેટલાક પત્રકારો તેમને મળ્યા હતા. જેઓ તેમની ભાવિ વ્યૂહરચના વિશે પણ વાત કરવા માંગતા હતા. જેના પર ટિકીટ કપાવાથી દુઃખી થયેલા પૂર્વ ધારાસભ્ય શશીરંજન પરમાર રડવા લાગ્યા હતા. તેનો રડતો એક વીડિયો બહાર આવ્યો છે, જેમાં તે કાર્યકર્તાઓને કેવી રીતે પ્રોત્સાહિત કરશે તે અંગે કહેતા પણ સાંભળી શકાય છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ ધારાસભ્ય શશિરંજન પરમાર ભિવાની અને તોશામ વિધાનસભા સીટ પરથી પોતાનો દાવો રજૂ કરી રહ્યા હતા.

કિરણ ચૌધરીની દીકરીને મળી તક

ઉલ્લેખનીય છે કે, 2019ની વિધાનસભા ચૂંટણીમાં શશિરંજન પરમારએ કિરણ ચૌધરી સામે ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં શશિરંજન પરમારને હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કિરણ ચૌધરીને 72,699 વોટ મળ્યા હતા, જ્યારે ભાજપના શશીરંજન પરમારને માત્ર 54,640 વોટ મળ્યા હતા. JJPના સીતારામ ત્રીજા ક્રમે રહ્યા હતા. જો કે, બાદમાં કિરણ ચૌધરી કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ભાજપે તેમને રાજ્યસભામાં મોકલ્યા. હવે ભાજપે કિરણ ચૌધરીની પુત્રી શ્રુતિ ચૌધરીને મેદાનમાં ઉતારી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે, કોંગ્રેસ આ વખતે કોને પોતાની સીટ માટે ઉમેદવાર બનાવે છે.

આ પણ જૂઓ: હરિયાણામાં ભાજપ નેતાઓમાં રાજીનામાનો દૌર ચાલુ,  50 લોકોએ એકસાથે છોડી પાર્ટી

Back to top button