અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

નાના વેપારીઓને રાહત : હવે 40 લાખથી ઓછું ટર્ન ઓવર ધરાવનારા ઈ-કોમર્સ પોર્ટલથી વેપાર કરી શકશે

  • પહેલી ઓક્ટોમ્બરથી નવો નિયમ લાગુ પડશે
  • 40 લાખથી ઓછું ટર્ન ઓવર ધરાવનારા ઈ-કોમર્સ પોર્ટલથી વેપાર કરી શકશે

વાર્ષિક રૂ.40 લાખથી ઓછું ટર્ન ઓવર ધરાવતા વેપારીઓનું ઈ-કોમર્સના પ્લેટફોર્મ મારફતે વેપાર કરવાની છૂટ આપી દેવામાં આવી છે. તેને માટે તેણે માત્ર તેમના કાયદેસરના પાનકાર્ડનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવીને એનરોલમેન્ટ નંબર મેળવી લેવાનો રહેશે. તેને માટે જીએસટીનું રજિસ્ટ્રેશન લેવાની જરૂર જ નથી. જીએસટીનું રજિસ્ટ્રેશન લે તો તેણે માસિક રિટર્ન અને વાર્ષિક રિટર્ન ભરવાની જફાનો સામનો કરવો પડે છે. આ નિર્ણય લેવાતા હવે તેમને રિટર્ન ભરવાની જફા કર્યા વિના જ ઈ-કોમર્સના પોર્ટલના માધ્યમથી વેપાર કરવાની છૂટ મળી ગઈ છે. પહેલી ઓક્ટોમ્બર 2023થી નવી વ્યવસ્થા અમલમાં આવશે.

કેન્દ્ર સરકારે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટની કલમમાં સુધારો કર્યો

આ વ્યવસ્થાને અમલી બનાવવા માટે કેન્દ્ર સરકારે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટની કલમ 23(2)માં સુધારો પણ કર્યો છે. તેની સાથે કેટલીક શરતો જોડવામાં આવી છે. આ શરતોમાં સપ્લાય કરનાર એક જ રાજ્યમાં સપ્લાય કરતો હોવો જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો એક રાજ્ય કે એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ તે સપ્લાય કરતો હોવો જોઈએ. રાજ્યની બહાર કોઈ જ સપ્લાય કરતો ન હોવા જોઈએ.દરેક વહેવાર તેના એનરોલમેન્ટ નંબરથી જ કરી શકશે. તેની પાસે કાયદેસરનો પરમેનન્ટ એકાઉન્ટ નંબર-પાન કાર્ડ નંબર હોવો જોઈએ. પાનકાર્ડ નંબરનો ઉપયોગ કરીને જીએસટીના કોમન પોર્ટલ પર તેણે એનરોલમેન્ટ કરાવવું ફરજિયાત છે. દવા ઉપરાંત અનેક નાની મોટી વસ્તુઓનો વેપાર કરનાાઓને રમકડાનો વેપાર કરનારાઓને કે પછી અન્ય કોઈપણ વસ્તુઓનો વેપાર કરનાર તથા વાર્ષિક રૂ.40 લાખથી ઓછું ટર્નઓવર ધરાવનારને આ નવી વ્યવસ્થાનો લાભ મળશે.

 કેન્દ્ર શાસિત પ્રદેશ માટે જ નંબર ઈશ્યુ  કરાયો 

31મી જુલાઈએ કરવામાં આવેલા જણાવવામાં આવ્યું છે કે, પરમેન્ટ એકાઉન્ટ નંબરને જીએસટીના પોર્ટલ પર માન્ય કરાવવાની બાબત પર જ ભાર મુકામાં આવેલો છે. તેના વિના તે સંસ્થા કે કંપની કે વ્યક્તિને એનરોલમેન્ટ નંબર એટલે કે તેનું નામ જે નંબરથ નોંધવામાં આવ્યું હોય તે નંબર જ ઈશ્યુ કરવામાં આવશે નહિ. એક રાજ્ય માટે જ કે એક કેન્દ્ર શાસિત પ્રદેશ માટે જ આ નંબર ઈશ્યુ કરવામાં આવશે. એક અરજદાર એક કરતા વધુ રજિસ્ટ્રેશન મેળવી શકશે જ નહિ.આ રીતે ઈકો એટલે કે, ઈ-કોમર્સ પોર્ટલ મારફતે સપ્લાય કરવાનું રજિસ્ટ્રેશન મેળવવાના થોડા મહિનાઓ કે વરસો પછી તે વ્યક્તિ સીજીએસી એક્ટની કલમ 25ની જોગવાઈ હેઠળ રજિસ્ટ્રેશન મેળવા માંગતો હશે તો તેને રજિસ્ટ્રેશન નંબર આપામાં આવશે. પરંતું ઈકોના મારફતે સપ્લાય કરવા માટ આપવામાં આવેલો તેનો ઓનરોલમેન્ટ નંબર તરત જ અમાન્ય કે ગેરકાયેદસર ઠેરવી દેવામાં આવશે.

પહેલી ઓક્ટોમ્બર 2023થી અમલમાં આવનારી નવી વ્યવસ્થા હેઠળ સેવન સિસ્ટર તરીકે ઓળખાતા ઉત્તર ભારતના રાજ્યોમાં આ સપ્લા 10 લાખ સુધીનો જ કરી શકશે. જ્યારે સ્પેશિયલ કેટેગરી સિવાયની કેટેગરીમાં આવતા રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વાર્ષિક રૂ.20 લાખથી સપ્લાય ન વધવો જોઈએ.

આ પણ વાંચો : સરકારનો મોટો નિર્ણય: લેપટોપ-ટેબલેટ અને કોમ્પ્યુટરની આયાત પર મૂક્યો પ્રતિબંધ

Back to top button