હવે આ બેન્કે Bulk FD Ratesમાં બદલાવ કર્યો, મળશે વધુ રિટર્ન
એક્સિસ બેન્કે 26 નવેમ્બર 2022ના રોજ પોતાની બલ્ક એફડી રેટ્સના વ્યાજદરોમાં સંશોધન કર્યુ છે. સામાન્ય નાગરિકો માટે એક્સિસ બેન્ક લઘુત્તમ 3.75%થી લઇને મહત્તમ 7.20% સુધીના વ્યાજદર ઓફર કરે છે. વરિષ્ઠ નાગરિકો માટે તે વધુ છે. તેમના માટે વ્યાજદર 3.75%થી લઇને 7.95% સુધી છે. અન્ય બેન્કો પણ વરિષ્ઠ નાગરિકોને સામાન્યથી વધુ વ્યાજદર પ્રદાન કરે છે.
બલ્ક એફડી રેટની રેન્જ 5 કરોડથી 100 કરોડ રૂપિયા કે તેનાથી વધુની છે. એક્સિસ બેન્ક 5 કરોડથી 24.75 કરોડ રૂપિયાથી ઓછી એફડી પર 4.65%થી 7.15% સુધીના વ્યાજદરની ઓફર કરે છે. 7.15%નો વ્યાજદર એક વર્ષથી પાંચ દિવસથી ઓછા સમયગાળા માટે છે. વરિષ્ઠ નાગરિકો માટે 25 કરોડ રુપિયાથી 100 કરોડ રૂપિયા અને તેનાથી વધુની એફડી પર ઉચ્ચતમ વ્યાજદર 7.95% છે. આ રેટ એક વર્ષ કે ઓછા અથવા 1 વર્ષ 5 દિવસના સમયગાળા માટે છે. સિનિયર સિટીઝન માટે બેન્ક એફડી પર 1 વર્ષ 5 દિવસથી લઇને 18 મહિનાથી ઓછા સમયગાળા માટે 7.90 % વ્યાજદર રજુ કરાયા છે.
આ પણ વાંચોઃ આ ચૂંટણી ગુંડાગીરીથી લડાઈ રહી છે : જગદીશ ઠાકોર