હવે આ અભિનેત્રીએ પણ લગાવ્યા સાજિદ ખાન પર ગંભીર આરોપો
ફિલ્મમેકર સાજિદ ખાનને લઈને ફરી એક વાર હંગામો થયો છે. જ્યારથી સાજિદ ખાન બિગ બોસના ઘરમાં આવ્યો છે ત્યારથી તેના વિશે ચોંકાવનારા દાવાઓ સામે આવી રહ્યા છે. 4 વર્ષ પહેલા MeToo ચળવળ હેઠળ ગંભીર આરોપોનો સામનો કરી રહેલા સાજિદ ખાન સામે ફરી આરોપો ઉભરવા લાગ્યા છે. શર્લિન ચોપરા, રાની ચેટર્જી અને કનિષ્કા સોની બાદ હવે અભિનેત્રી શીલા પ્રિયા સેઠે ફિલ્મ નિર્માતા વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અભિનેત્રી શીલા પ્રિયા સેઠે સાજિદ ખાન વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રિપોર્ટ અનુસાર, શીલાનો આરોપ છે કે સાજિદ ખાને વર્ષ 2008માં તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. ફિલ્મમાં કામ માટે પૂછવા પર સાજિદે બ્રેસ્ટ સાઈઝ પર ટિપ્પણી કરી અને સર્જરીની સલાહ આપી.
આ પણ વાંચો : શુભમન ગિલ કોને કરી રહ્યો છે ડેટ ? આખરે આ મુદ્દે તોડ્યું મૌન
સાજીદ ખાન ફરી વધી મુશ્કેલીઓ
શીલા દક્ષિણની અભિનેત્રી છે. તેણે તમિલ, કન્નડ, મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શીલા પ્રિયા સેઠે આરોપ લગાવ્યો છે કે સાજિદ ખાને તેની સાથે 14 વર્ષ પહેલા એટલે કે 2008માં ખરાબ વર્તન કર્યું હતું. શીલાએ કહ્યું- હું સાજિદ ખાનને 2008માં મળી હતી. જ્યારે મેં તેને આગામી પ્રોજેક્ટમાં મને કાસ્ટ કરવા માટે વિનંતી કરી ત્યારે તેણે આવી પ્રતિક્રિયા આપી જેનાથી હું ચોંકી ગઈ. સાજિદ ખાન લગભગ 5 મિનિટ સુધી મારા પ્રાઈવેટ પાર્ટને જોતો રહ્યો. પછી તેણે કહ્યું કે તમારે સર્જરી કરાવવી જોઈએ કારણ કે તમારા બ્રેસ્ટની સાઈઝ મોટી નથી. શીલા કહે છે કે સાજિદ ખાને તેને બ્રેસ્ટની સાઈઝ વધારવા માટે થોડું તેલ લગાવવાનું પણ સૂચન કર્યું હતું.
ટ્રોલ થઈ રહ્યો છે સાજીદ ખાન
શીલાએ કહ્યું કે સાજિદ ખાનના આવા વર્તન અને વાતો સાંભળીને તે ડરી ગઈ હતી અને તેણે તરત જ ત્યાંથી નીકળી ગઈ હતી. શીલાના આ આરોપોથી સાજિદ ખાન ફરી ચર્ચામાં આવી ગયો છે. આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓએ સાજિદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. સાજિદ ખાનને રિયાલિટી શો બિગ બોસ 16માંથી બહાર કાઢવાની ઝુંબેશ જ્યારથી તેણે આ શોમાં એન્ટ્રી કરી છે ત્યારથી ચાલી રહી છે. પરંતુ અત્યાર સુધી મેકર્સે ફિલ્મ મેકરને શોમાંથી હટાવ્યા નથી.
શર્લિને સાજિદ ખાનને બિગ બોસમાંથી બહાર કાઢવાની વિનંતી કરી
આ સિવાય અભિનેત્રી શર્લિન ચોપરાએ સાજિદ ખાનને બિગ બોસમાંથી બહાર કાઢવાની વિનંતી કરી છે. શર્લિને રિયાલિટી શોના ટેલિકાસ્ટ પર પ્રતિબંધની માંગ કરી છે. શર્લિને સાજિદ ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી છે. સાજિદ ખાનની બિગ બોસ જર્ની વિશે વાત કરીએ તો ઘરમાં લોકો તેનો ફની સ્વભાવ પસંદ કરી રહ્યા છે. સાજિદ ખાન અત્યારે બેક ફૂટ પર રમી રહ્યો છે. વીકેન્ડ કા વારમાં સલમાન ખાને પણ સાજિદને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. પણ લાગે છે કે તેને જાગતા હજુ સમય લાગશે.