ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં હવે સરકારી રાહે ક્યારેય ‘કૃત્રિમ વરસાદ’ પડશે નહીં

  • કૃત્રિમ વરસાદની યોજના હાલ પુરતી બંધ કરવાનો નિર્ણય કર્યો
  • વાદળો ઉપર રાસાણિક દ્વવ્યોના છંટકાવથી કૃત્રિમ વરસાદ વરસાવવામાં આવતો
  • 1970-80માં કૃત્રિમ વરસાદના ગુજરાતમાં પ્રયોગો થયા હતા

ગુજરાતમાં હવે ‘કૃત્રિમ વરસાદ’ પડશે નહિં. તેમજ 21 વર્ષે સરકારે યોજના બંધ કરી છે. તેમાં બે દાયકામાં માત્ર એક જ વખત પ્રયોગ કર્યો જે નિષ્ફળ રહ્યો છે. છેલ્લે 70-80ના દાયકામાં એરક્રાફ્ટથી ક્લાઉડ સિડિંગ ઓપરેશન થયું હતું.

આ પણ વાંચો: અમદાવાદ: કબૂતરબાજી કેસમાં PI ડી.ડી.શિમ્પી સામે ચોંકાવનારા આક્ષેપ 

આ યોજના હાલ પુરતી બંધ કરવાનો નિર્ણય કર્યો

ગુજરાતમાં હવે સરકારી રાહે ક્યારેય ‘કૃત્રિમ વરસાદ’ પડશે નહીં. રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે વર્ષ 2001-02થી અમલમાં રહેલી આ યોજના હાલ પુરતી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ખરીફ સિઝનમાં ચોમાસુ વિલંબમાં મુકાય, વરસાદ ખેંચાય ત્યારે વાવેતર નિષ્ફળ ન જાય તે ઉદ્દેશ્યથી આ યોજના અમલમાં મુકાઈ હતી. જો કે, વિતેલા બે દાયકામાં માત્ર એક જ વખત કૃત્રિમ વરસાદનો પ્રયોગ થયો છે, જે નિષ્ફળ રહ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત: ફુલ સ્પીડમાં વાહન હંકારતા ફૂડ ડિલીવરી કરતા કર્મચારીઓથી સાવધાન!

વાદળો ઉપર રાસાણિક દ્વવ્યોના છંટકાવથી કૃત્રિમ વરસાદ વરસાવવામાં આવતો

આ યોજનાને બંધ કરવા પાછળ કૃષિ યુનિવર્સિટીઓ સાથે જોડાયેલા નિષ્ણાતોએ કહ્યું કે, 50 વર્ષ અગાઉ જ્યારે રાજ્યમાં સિંચાઈની સુવિધા આજના જેટલી વ્યાપક નહોતી તે વેળાએ ચોમાસુ ખેંચાય ત્યારે અને ઓછા વરસાદની સ્થિતિમાં એરક્રાફ્ટથી ક્લાઉડ સિડીંગ ઓપરેશન અર્થાત વાદળો ઉપર રાસાણિક દ્વવ્યોના છંટકાવથી કૃત્રિમ વરસાદ વરસાવવામાં આવતો હતો.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં ફેરિયાના નામે કંપની ખોલી કરોડોનું કૌભાંડ કર્યું 

આ કામગીરી તે વખતની ગુજરાત એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની અને હાલના ઉડ્ડયન વિભાગ હેઠળ થતી હતી. જેના માટે કૃષિ વિભાગના ખર્ચે હેલિકોપ્ટર પણ ખરીદવામાં આવ્યું હતું. જેનો ઉપયોગ શેરડી, કપાસ, મગફળી, તુવેર જેવા પાક ઉપર હવામાંથી છંટકાવ કરીને ખેડૂતોને મદદરૂપ થવા થતો હતો. છેલ્લે 1970-80માં કૃત્રિમ વરસાદના ગુજરાતમાં પ્રયોગો થયા હતા. પરંતુ તેમાં ખાસ કોઈ સફળતા મળી નહોતી. કૃત્રિમ વરસાદની યોજના બંધ કરવા પાછળ કહેવાય છે કે, વર્ષ 2001-02થી આ તેના માટે દર વર્ષે બજેટમાં જોગવાઈ કરવી પડતી હતી. એથી એ હેડ હેઠળ નાણાંકીય જોગવાઈને કારણે ફંડ પડયું રહેતું હતું. આથી, આ યોજના જ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

Back to top button