બિઝનેસ

હવે ખાંડની મીઠાશ થશે કડવી ! આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો 6 વર્ષની સર્વોચ્ચ સપાટીએ

Text To Speech

આવનારા દિવસોમાં તમારી ચાની ચુસ્કીને મોંઘવારીનો માર પડી શકે છે આવનારા દિવસોમાં બિસ્કિટ-કૂકીઝથી લઈને મીઠાઈઓ અને ઠંડા પીણાં પણ મોંઘા થઈ શકે છે. આનું કારણ ખાંડ છે જે આ તમામ ખાદ્ય પદાર્થોમાં મીઠાશ ઉમેરે છે. વિશ્વભરના વાયદા બજારોમાં ખાંડના ભાવ છ વર્ષની ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે. સરકાર ઇથેનોલ મિક્સ પેટ્રોલને પ્રોત્સાહન આપી રહી છે. જેથી શેરડીનો વધુ પડતો ઉપયોગ ઇથેનોલ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે, જેના કારણે પણ ખાંડ મોંઘી થઈ શકે છે.

ઉત્પાદનમાં વધારો છતા ભાવમાં ઘટાડો નહીં

વિશ્વમાં ખાંડનું ઉત્પાદન વધ્યું છે, જેના કારણે ખાંડનો સ્ટોક ચાર વર્ષની ટોચે છે તેમ છતાં ખાંડના ભાવમાં વધારો થવાની સંભાવના છે. જો અન્ય દેશોમાં ખાંડના ભાવ વધે તો ભારત પણ તેનાથી બાકાત નહીં રહે. ઉત્પાદનમાં વધારો થવા છતાં ભારતમાં છેલ્લા એક વર્ષમાં છૂટક બજારમાં ખાંડ 10 ટકા સુધી મોંઘી થઈ છે. પછીથી સરકારે ખાંડની નિકાસ પર નિયંત્રણો લાદી દીધા હતા.

ખાંડના ભાવ-HUMDEKHENGENEWS

 આ કારણે વધશે ખાંડના ભાવ

વાયદા બજારમાં ખાંડના ભાવ વધવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. ભારતમાં શેરડીનો પાક નબળો પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે સરકારે નિકાસ પર પ્રતિબંધ લગાવવાની જરૂર પડી શકે છે. અને કેન્દ્ર સરકાર ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને પ્રોત્સાહન આપી રહી છે. જેમાં 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના વેચાણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેથી ખાંડની મિલો હવે શેરડીમાંથી ઇથેનોલ બનાવવા પર વધુ ભાર આપી રહી છે, જેના કારણે ખાંડનું ઉત્પાદન ઓછું થવાની ધારણા છે. અને જો અન્ય દેશોની વાત કરવામાં આવે તો ચીન કોરોના (કોવિડ-19)ના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવી રહ્યું છે જેના કારણે ત્યાં ખાંડની માંગ વધી રહી છે. યુરોપના દેશોમાં દુષ્કાળના કારણે પાક નિષ્ફળ જવાની સંભાવના છે.અને જો કોઈ કારણસર બ્રાઝિલમાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થાય છે, તો ખાંડના ભાવમાં ભારે વધારો થઈ શકે છે.

આ પણ વાંચો : “ન્યાયાધીશોના ટ્રાન્સફરનો કોઈ સમય નિર્ધારિત હોતો નથી ” : કાયદા મંત્રી કિરેન રિજિજુ

Back to top button