ટ્રેન્ડિંગમનોરંજન

હવે એનિમલ ફિલ્મથી નારાજ શીખ સંગઠન, સીન કટ કરવાની માંગ

Text To Speech
  • અગાઉ રણબીરના પાત્રને ટોક્સિક અને મહિલા વિરોધી ગણાવવામાં આવ્યું હતું, પરંતુ હવે ‘એનિમલ’ પર શીખ ધર્મનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે. શીખ સંગઠન દ્વારા ફિલ્મમાં કેટલાક સીન કાપવાનું કહેવામાં આવ્યું છે.

રણબીર કપૂર અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ ‘એનિમલ‘ એ રિલીઝ થયા પછી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ભલે ફિલ્મ જોરદાર કમાણી કરી રહી હોય, પરંતુ તેમાં બતાવવામાં આવેલા ઘણા સીન પર વિવાદ પણ થઈ રહ્યો છે. અગાઉ રણબીરના પાત્રને ટોક્સિક અને મહિલા વિરોધી ગણાવવામાં આવ્યું હતું, પરંતુ હવે ‘એનિમલ’ પર શીખ ધર્મનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે. શીખ સંગઠન દ્વારા ફિલ્મના કેટલાક દ્રશ્યો સામે વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ઓલ ઈન્ડિયા શીખ સ્ટુડન્ટ ફેડરેશનના પ્રમુખ કરનૈલ સિંહ પીર મોહમ્મદે સેન્સર બોર્ડને એક પત્ર લખીને ફિલ્મમાંથી શીખોને લગતા વિવાદાસ્પદ દ્રશ્યને હટાવવાની માંગ કરી છે. તે કહે છે કે ફિલ્મના એક સીનમાં રણબીર કપૂર એક ગુરશીખના મોં પર સિગારેટનો ધુમાડો છોડતો જોવા મળે છે. અન્ય એક દ્રશ્યમાં તે શીખ યુવકની દાઢી પર ચપ્પુ રાખતો પણ જોવા મળે છે. કરનૈલ સિંહ કહે છે કે શીખ સંગઠનને એનિમલના દ્રશ્યો અંગે વાંધો છે.

હવે એનિમલ ફિલ્મથી નારાજ શીખ સંગઠન, સીન કટ કરવાની માંગ hum dekhenge news

‘અર્જન વેલી’ ગીત સામે પણ નારાજગી

એટલું જ નહીં શીખ સંગઠન દ્વારા એનિમલના ફેમસ ગીત ‘અર્જન વેલી’ સામે પણ નારાજગી વ્યક્ત કરાઈ છે. તેમનું કહેવું છે કે આ ગીતમાં શ્રી ગુરુ ગોવિંદ સિંહજી દ્વારા ગવાયેલા પરંપરાગત ઐતિહાસિક ગીતનો ફિલ્મમાં ગુંડાગીરી અને ગેંગ વોર માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. સંગઠને સેન્સર બોર્ડને ફિલ્મમાંથી આ દ્રશ્યો હટાવવાની માંગ કરી છે, જેથી લોકો પર તેની નકારાત્મક અસર ન પડે.

બોક્સઓફિસ પર જબરજસ્ત કલેક્શન

એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી છે. રિલીઝના 10માં દિવસે ફિલ્મે 37 કરોડ રુપિયાથી વધારેનું કલેક્શન કર્યું છે. માત્ર 10 દિવસમાં ફિલ્મનું નેટ ઈંડિયા કલેક્શન 433 કરોડ રુપિયાની નજીક પહોંચી ચુક્યુ છે. વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શન 700 કરોડ રુપિયાને પાર પહોંચી ગયું છે.

Back to top button