હવે અમદાવાદીઓને ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર નહીં ઉભુ રહેવું પડે !
- અમદાવાદમાં ગરમીમાં ટ્રાફિક સિગ્નલ રહેશે બંધ
- બપોરે 1થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બ્લિંકર કરાશે
- બપોરે તમામ 252 ટ્રાફિક સિગ્નલ બ્લિંકર કરાશે
રાજ્યમાં હવે ઉનાળાની આકરી ગરમી પડવાની શરુઆત થઈ ચૂક છે. રાજ્યમાં હવે ધીરે ધીરે તાપમાન ઉંચે જઈ રહ્યુ છે. અમદાવાદની વાત કરવામા આવે તો અમદાવાદમા છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધારો નોંધાયો છે. જેના કારણે અમદાવાદવાસીઓને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવે આ ઉનાળાની આકારી ગરમીમાં વાહન ચાલકોને રાહત મળે તેવો નિર્ણય લેવામા આવ્યો છે.
અમદાવાદમાં બપોરે ટ્રાફિક સિગ્નલ બ્લિંકર કરાશે
અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અને આગામી દિવસોમાં અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોચવાનો અંદાજ છે. ત્યારે અમદાવાદમાં અસહ્ય ગરમીના કારણે વાહન ચાલકોને બપોરે ટ્રાફિક સિગ્નલ પર ઉભા ન રહેવું પડે તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અમદાવાદમાં બપોરે 1થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બ્લિંકર કરાશે. ગરમી વધતા હવે અમદાવાદમાં બપોરે તમામ 252 ટ્રાફિક સિગ્નલ બ્લિંકર કરાશે અને ટ્રાફિકવાળા 25થી 30 સિગ્નલની ચેઈનનો સમય 50 ટકા સુધી ઓછો કરી દેવામા આવશે.
આગામી 19 તારીખથી 200 જેટલા સિગ્નલો બ્લિંકર કરાશે
અમદાવાદ શહેરમાં ગરમી વધતાં AMC દ્વારા ટ્રાફિક વિભાગને રજૂઆત કરાઇ છે. અમદાવાદમાટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ રાખવા માટે આગામી તા. 19 એપ્રિલે મ્યુનિ. અધિકારીઓની ટ્રાફિક પોલીસ સાથે મીટિંગ યોજાશે. જેમાં ભર બપોરના સમયે વાહનચાલકોને ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેવું ન પડે તે માટે ટ્રાફિક સિગ્નલ બંધ રહે તે માટે નિર્ણય લેવામાં આવશે. બપોરે 1થી 4 વાગ્યા સુધી શહેરના તમામ 252 ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવશે. શહેરના 20 ટકા સિગ્નલો બ્લિંકર કરાયા છે. જ્યારે આગામી 19 તારીખથી 200 જેટલા સિગ્નલો બ્લિંકર કરાશે.
આ પણ વાંચો : દિલ્હીવાસીઓને મોટો ઝટકો ! આજથી સબસિડીવાળી વીજળી બંધ