આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

એફપીઆઇની રોકાણ મર્યાદા સેબીએ કરી બમણી, હવે બજારની તેજીને બ્રેક લાગશે નહીં

મુંબઇ, 25 માર્ચ, 2025: હવે બજારની તેજીને બ્રેક લાગશે નહીં કેમ કે સેબીની ગઇકાલે મળેલી બેઠકમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો – એફપીઆઇ માટે ગ્રેન્યુલર ડિસ્કલોઝરની મર્યાદ રૂ. 25,000 કરોડથી વધારીને રૂ. 50,000 સુધી કરવાની મંજૂરી આપી છે. સરળ ભાષામાં કહીએ તો જે એફપીઆઇ પહેલા રૂ. 25 હજાર કરોડનું રોકાણ કરતા હતા તેમને વધુ રોકાણ માટે જાણકારી આપવી પડતી હતી તેમર્યાદા હવે વધારીને રૂ. 50 હજાર કરોડની કરવામાં આવી છે. આ ડિસ્ક્લોઝર પીએમએલએ/પીએમએલના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા સાથે સંકળાયેલા છે.

સેબીના નવા ચેરમેન તુહિન કાન્તા પાંડેએ જણાવ્યું હતુ કે ભારતની નિયમનકારી નીતિનો હેતુ તેમને (FPIs)ને ડરાવવાનો નથી પરંતુ તેમની સહભાગિતાને અલબત્ત કારોબારને સરળ બનાવવાનો છે. તેમણે કહ્યું કે સેબીનો ઉદ્દેશ મજબૂત, પારદર્શક અને રોકાણકાર-લક્ષી માર્કેટ બનાવવાનો છે. FPIs એ નક્કી કરવાનું હોય છે કે ક્યાં રોકાણ કરવું અને તેઓ કેવા પ્રકારના વળતરની અપેક્ષા રાખે છે. સેબી તેમને ભારતમાં રોકાણ કરવા આકર્ષિત કરે એવું નિયમનકારી વાતાવરણ પૂરું પાડવાનો પ્રયાસ કરી રહી છે.

સેબીના નવા નિર્ણયની ભારતીય શેરબજાર પર અસર

  1. વિદેશી રોકાણ વધી શકે છે

હવે જે રોકાણકારો ભારતીય બજારમાં નાણાંનું રોકાણ કરવા માગે છે તેમના માટે નિયમો સરળ બનશે. જ્યારે રોકાણકારોને ઓછા કાગળની કામગીરી કરવી પડે છે, ત્યારે તેઓ ભારતમાં વધુ નાણાંનું રોકાણ કરી શકે છે. તેના કારણે શેરબજારમાં ઉછાળો જોવા મળી શકે છે.

  1. બજારમાં સકારાત્મક વાતાવરણ સર્જાશે

સેબીનું આ પગલું રોકાણકારોને ખાતરી આપશે કે ભારતમાં રોકાણના નિયમો સાનુકૂળ અને અનુકૂળ છે. ખાસ કરીને બેન્કિંગ, આઈટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં વિદેશી રોકાણ વધી શકે છે, જેના કારણે તેમના શેરના ભાવ વધી શકે છે.

  1. નાના વિદેશી રોકાણકારોને રાહત મળશે

અગાઉ, જે રોકાણકારોએ રૂ. 25,000 કરોડથી વધુનું રોકાણ કર્યું હોય તો વધુ માહિતી આપવી પડતી હતી, હવે આ મર્યાદા વધારીને રૂ. 50,000 કરોડ કરવામાં આવી છે. તેનાથી નાના રોકાણકારો પર ઓછું દબાણ આવશે અને તેઓ ભારતમાં વધુ સરળતાથી રોકાણ કરી શકશે.

  1. મિડકેપ અને સ્મોલકેપ શેરો પર અસર

મોટા રોકાણકારો મોટાભાગે મોટી કંપનીઓ (લાર્જ-કેપ શેરો)માં નાણાંનું રોકાણ કરે છે. જો માત્ર મોટી કંપનીઓમાં વિદેશી રોકાણ વધે તો મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વધુ અસર જોવા નહીં મળે.

  1. ભારતીય રૂપિયા પર અસર

જો વિદેશી રોકાણ વધશે તો રૂપિયાની માંગ પણ વધી શકે છે, જેના કારણે ભારતીય રૂપિયો મજબૂત થઈ શકે છે. રૂપિયો મજબૂત થવાથી ઓઇલ અને ગેસ કંપનીઓને ફાયદો થશે, પરંતુ IT અને ફાર્મા કંપનીઓને નુકસાન થઈ શકે છે કારણ કે તેમની કમાણી વિદેશી ચલણમાં છે.

આ પણ વાંચોઃ નિફ્ટી આજે 23800ને પાર કરે તો 24000-24200નું સ્તર શક્ય

Back to top button